Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Tuthukudi's fishing industry devastated: Diesel prices and declining fish numbers have broken the backs of fishermen!

VIDEO: તુથુકુડીનો માછીમારી ઉદ્યોગ પાયમાલ: ડીઝલના ડામ અને માછલીઓની ઘટતી સંખ્યાએ માછીમારોની કમર તોડી!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: તમિલનાડુના તુથુકુડીમાં માછીમારો અત્યારે ગંભીર આર્થિક અને વ્યાવસાયિક પડકારોનો સામનો કરી રહ્યા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

બોટ માલિક નરેશ એલોય અને અન્ય માછીમારોના જણાવ્યા અનુસાર, દરિયામાં માછલીઓની ઘટતી સંખ્યા, ડીઝલના વધતા ભાવ અને આધુનિક ટેકનોલોજીના અભાવે આ ઉદ્યોગ હવે પાયમાલ થઈ રહ્યો છે. સરકારી સબસિડીમાં વિલંબ અને માછીમારી પરના પ્રતિબંધોને કારણે હજારો પરિવારોના ગુજરાન પર સંકટ તોળાઈ રહ્યું છે.

 આ સંજોગોમાં માછીમારોએ સરકાર પાસે તાત્કાલિક આર્થિક પેકેજ અને આધુનિક સાધનોની માંગ કરી છે.. માછીમારોની રજૂઆત છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો તુથુકુડીનો આ પરંપરાગત ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડશે.. બોટ માલિકોએ પણ ઓછી આવક અને વધુ મેન્ટેનન્સ ખર્ચને કારણે બોટ ચલાવવી મુશ્કેલ હોવાનું જણાવી સરકાર પાસે રાહતની અપેક્ષા વ્યક્ત કરી છે.

 

 

ટોપિક્સ:gstv livegstv newsNews 2020