VIDEO: અજમેર મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ઈમેલ આવતા જ આખું પરિસર ખાલી કરાવાયું!
સોર્સ : GSTV
VIDEO: રાજસ્થાનના અજમેરની મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.. આ ગંભીર સંદેશ મળતા જ પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ પરિસરમાંથી તમામ વાહનો હટાવી તપાસ તેજ કરી દેવામાં આવી હતી.. સીનિયર પોસ્ટમાસ્ટર કે.કે. મીણાએ આ બાબતે પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી તેને હળવાશથી લેવામાં આવ્યો નથી..
જિલ્લા મથક હોવાને કારણે અહીં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.. આધુનિક સ્કેનિંગ અને ઝીણવટભરી તપાસ માટે અન્ય જિલ્લાની વિશેષ ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે.. ધમકીભર્યા ઈમેલમાં ઉલ્લેખિત તારીખો અને અન્ય વિગતોના આધારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલ ઊંડી તપાસ કરી રહી છે જેથી કોઈ પણ અઘટિત ઘટનાને ટાળી શકાય.

