VIDEO: તંત્રની બેદરકારીની હદ: 20 વર્ષથી આંગણવાડી પણ નથી, ઊંચાકલમ વસાહતને બોડેલીમાં ભેળવવા માંગ
સોર્સ : GSTV
VIDEO: છોટાઉદેપુરના બોડેલી અને સંખેડા તાલુકા વચ્ચે ઊંચાકલમ વસાહત વહીવટી ગૂંચવણમાં ફસાયું છે. નર્મદા ડેમ અને મધ્યપ્રદેશના અસરગ્રસ્તો અહીં 20 વર્ષથી વસે છે પરંતુ આધારકાર્ડ બોડેલીના અને ગ્રામ પંચાયત સંખેડામાં હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
વસાહતમાં ગટર અને આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. નલ સે જલ યોજના હેઠળ મળતું પાણી દૂષિત અને પીવાલાયક નથી.
તંત્રની બેદરકારીને કારણે અનેક રજૂઆતો અને ચૂંટણી બહિષ્કાર કરવા છતાં ગ્રામજનોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોની માંગ છે કે ઊંચાકલમ વસાહતને બોડેલી તાલુકામાં ભેળવી અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે.

