VIDEO: બંગાળમાં વિકાસની પોલ ખુલી: બર્નપુરમાં લાકડાના પુલના સહારે જિંદગી, જોખમી મુસાફરી માટે વસૂલાય છે ટેક્સ!
સોર્સ : GSTV
VIDEO: પંશ્ચિમ બંગાળના બર્નપુરમાં વિકાસની અધૂરી ગાથા જોવા મળી રહી છે.. આધુનિક યુગમાં પણ લોકો લાકડાના પુલના સહારે જિંદગી પસાર કરવા મજબૂર બન્યા છે.. નવાઈની વાત એ છે કે આ જોખમી મુસાફરી માટે પણ લોકોએ ટેક્સ ચૂકવવો પડે છે.
પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના બર્નપુર વિસ્તારના ગ્રામીણો દામોદર નદી પર કાયમી પુલના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.. વર્ષોથી પડતર આ માંગણી સંતોષાઈ ન હોવાથી સ્થાનિકોએ નદી પાર કરવા માટે લાકડાનો કામચલાઉ પુલ બનાવ્યો છે.. નવાઈની વાત એ છે કે, આ જોખમી લાકડાના પુલ પરથી પસાર થવા માટે ગ્રામીણો પાસેથી ફી વસૂલવામાં આવે છે.. ચોમાસા દરમિયાન જ્યારે નદીમાં પાણીનું સ્તર વધે છે, ત્યારે આ હંગામી વ્યવસ્થા પણ ઠપ્પ થઈ જાય છે, જેના કારણે હજારો લોકોનો સંપર્ક મુખ્ય શહેરોથી કપાઈ જાય છે..

