Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Strict action against drug mafia in Amritsar: Bulldozers again hit illegal properties of drug peddlers

VIDEO: અમૃતસરમાં ડ્રગ માફિયાઓ પર કડક કાર્યવાહી: નશાના સોદાગરોની ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું બુલડોઝર

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમૃતસરમાં ડ્રગ માફિયાઓ પર પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે.. નશાના સોદાગરોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે.. રાજાસાંસીના દાલમ ગામમાં એસએસપી સોહેલ મીરના નેતૃત્વમાં આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

App Store

પંજાબના અમૃતસર ગ્રામીણ પોલીસ દ્વારા ડ્રગ સ્મગલરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. રાજાસાંસી પોલીસ સ્ટેશન હેઠળના દાલમ ગામમાં મનદીપ સિંહ ઉર્ફે કાલુ અને ગગનદીપ સિંહની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.. એડીસી અમૃતસરના આદેશ મુજબ સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ આ મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી હતી.. આ બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે, જેમના દ્વારા નશાના કાળા કારોબારથી આ સંપત્તિ ઉભી કરવામાં આવી હતી.

ટોપિક્સ:ANDAR NI vaatgstv