VIDEO: વિશાખાપટ્ટનમમાં રૂંવાડા ઉભા કરી દેતી ઘટના: નેવી કર્મચારીએ પ્રેમિકાની હત્યા કરી લાશના ટુકડા ફ્રીજમાં ભર્યા, પોલીસ સ્તબ્ધ
સોર્સ : GSTV
VIDEO: વિશાખાપટ્ટનમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.. નૌકાદળના એક કર્મચારીએ પોતાની પ્રેમિકાની નિર્દયી હત્યા કરી લાશના ટુકડા ફ્રીજમાં છુપાવી દીધા હતા.. ગાજુવાકા પોલીસે ફ્રીજમાંથી મૃતદેહના અવશેષો જપ્ત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નૌકાદળના એક કર્મચારીએ પોતાની પ્રેમિકાની નિર્મમ હત્યા કરી લાશના ટુકડા ફ્રીજમાં છુપાવ્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.. ગાજુવાકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટના અંગે ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે.. પોલીસે મૃતદેહની ઓળખ કરી લીધી છે, પરંતુ આરોપી અને આ ભયાનક હત્યા પાછળના મુખ્ય કારણો અંગે હજુ ઊંડી પૂછપરછ ચાલી રહી છે.. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ તમામ પુરાવાઓ સાથે વિગતો જાહેર કરશે.

