VIDEO: ડોડાના ભલેસામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: પહાડી રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો, ખેતીના પાક માટે વરસાદ આશીર્વાદરૂપ
સોર્સ : GSTV
VIDEO: જમ્મુ-કાશ્મીરના ડોડામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.. ભલેસા પંથકમાં અનરાધાર વરસાદને કારણે ક્યાંક મુસીબત તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. પહાડી રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભલેસા પંથકમાં અનરાધાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાહનવ્યવહારમાં અડચણો ઊભી થઈ છે.. જોકે બીજી તરફ આ કમોસમી વરસાદને ખેડૂતોએ ઉમળકાભેર વધાવી લીધો છે.
લાંબા સમયના વિરામ બાદ પડેલા વરસાદથી પાકને નવું જીવન મળવાની આશા જાગતા ખેતીકામમાં જોડાતા શ્રમિકો અને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

