VIDEO: ડાસના જેલમાં ભક્તિનો મહાસંગમ: 1,280 કેદીઓએ નવરાત્રિના ઉપવાસ રાખી આદ્યશક્તિની આરાધના કરી
સોર્સ : GSTV
VIDEO: ગાઝિયાબાદના ડાસના જેલમાં ભક્તિનો મહાસંગમ જોવા મળી રહ્યો છે. જ્યાં 1,280 કેદીઓએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખ્યા છે.
ગાઝિયાબાદની ડાસના જેલમાં નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે અનોખો ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં કુલ 1,280 કેદીઓએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખ્યા છે.. જેલ પ્રશાસન દ્વારા જેલ મેન્યુઅલ મુજબ ઉપવાસી કેદીઓ માટે કેળાં, બટાકા, ખાંડ અને દૂધ સહિતના ફરાળી ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.. જેલ સુપરિન્ટેન્ડેન્ટ સીતારામ શર્માના જણાવ્યા અનુસાર, કેદીઓને દિવસમાં બે વાર ચા પણ આપવામાં આવે છે.

