VIDEO: સોનમર્ગમાં હાઈકોર્ટનું 'બુલડોઝર': અનધિકૃત બાંધકામો પર સંપૂર્ણ પ્રતિબંધ, ગેરકાયદે સ્ટ્રક્ચર્સ જમીનદોસ્ત!
VIDEO: જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે સોનમર્ગના પર્યાવરણ અને પ્રાકૃતિક સૌંદર્યને બચાવવા માટે એક ઐતિહાસિક અને કડક નિર્ણય સંભળાવ્યો છે.. હાઈકોર્ટે સોનમર્ગ વિસ્તારમાં કોઈપણ પ્રકારના અનધિકૃત બાંધકામો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.
સોનમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે વહીવટી તંત્ર આ આદેશના પાલન માટે અત્યંત સક્રિય બન્યું છે અને ગેરકાયદેસર સ્ટ્રક્ચર્સને દૂર કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
આ મામલે સ્થાનિક સ્તરે થયેલી વાતચીતમાં અધિકારીઓનો કડક મિજાજ અને ઉતાવળ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.. ગેરકાયદે બાંધકામ કરનારાઓને કોઈ પણ વધારાનો સમય આપ્યા વિના ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે.. પાંચ સેકન્ડનો પણ સમય નથી જેવી બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે હાઈકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર જરા પણ ઢીલ મૂકવા માંગતું નથી અને સોનમર્ગની સુંદરતા સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

