VIDEO : દેશી અંદાજમાં જોવા મળ્યા સીએમ પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે.. ખાતિમાના નગલા તરાઈ ખાતે પોતાના અંગત નિવાસસ્થાને સીએમ ધામીએ જાતે હળ ચલાવી ખેતર ખેડ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે..
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના ખાતિમા વિસ્તારમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયી અને રસપ્રદ સમાચાર સામે આવ્યા છે.. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે, જે સામાન્ય રીતે રાજકીય ગલિયારાઓમાં ઓછો જોવા મળે છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ ખાતિમાના નગલા તરાઈ સ્થિત પોતાના ખાનગી નિવાસસ્થાને આવેલા ખેતરોમાં જાતે જઈને હળ ચલાવ્યું હતું અને ખેતીકામ કર્યું હતું.. મુખ્યમંત્રી હોવા છતાં પોતાની જમીન સાથે જોડાયેલા રહીને એક સામાન્ય ખેડૂતની જેમ પરંપરાગત રીતે ખેતર ખેડતા હોવાના સુંદર દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા સહિત સમગ્ર રાજ્યના લોકોનું ધ્યાન ખેંચ્યું છે..
આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, ખેતી એ આપણી સંસ્કૃતિ અને અર્થતંત્રનો પાયો છે અને જમીન સાથે જોડાયેલા રહેવાથી જ સાચી ઉર્જા મળે છે. મુખ્યમંત્રીના આ અનોખા સરાહનીય પગલાંથી સ્થાનિક ખેડૂતોનો ઉત્સાહ બમણો થયો છે. આ દ્રશ્યો માત્ર એક રાજકીય પ્રવૃત્તિ નથી, પરંતુ શ્રમનું સન્માન અને ઉત્તરાખંડના મહેનતુ કિસાન પુત્રોની સાદગીનો સચોટ સંદેશ આપે છે.

