VIDEO: વ્હાઇટ હાઉસ ડિનર દરમિયાન ગોળીબાર! રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલાનિયા સુરક્ષિત, પીએમ મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કરી ચિંતા
અમેરિકાના વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન વોશિંગ્ટન હિલ્ટન હોટલની લોબીમાં ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એક સિક્રેટ સર્વિસ અધિકારીને ગોળી વાગી હતી, પરંતુ તે બુલેટપ્રૂફ વેસ્ટને કારણે સુરક્ષિત રહ્યો. આ મુદ્દે ટ્વીટ કરીને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી.
ગોળીબારના બનાવ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પફર્સ્ટ લેડી મેલાનિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું કે અધિકારીને નજીકથી શક્તિશાળી બંદૂકથી ગોળી વાગી હતી, પરંતુ વેસ્ટે તેને બચાવી લીધો. તેમણે અધિકારીની હિંમતની પ્રશંસા કરી અને કાયદા અમલીકરણ એજન્સીઓ તથા ડીસી પોલીસની ઝડપી કાર્યવાહી માટે આભાર માન્યો.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વધુ સુરક્ષિત બોલરૂમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ આ ઘટનાની સ્પષ્ટ ટીકા કરી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે વોશિંગ્ટન ડીસીની હોટલમાં બનેલી સુરક્ષા ઘટના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ. તેમની સતત સલામતી માટે શુભેચ્છાઓ. લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી અને તેની સ્પષ્ટ નિંદા થવી જોઈએ. આ ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

