Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: PM Modi spends special moments playing football match with youth on two-day visit to Sikkim

VIDEO: સિક્કિમની બે દિવસીય મુલાકાતે વડાપ્રધાન મોદી, યુવાનો સાથે ફૂટબોલની મેચ રમીને ખાસ ક્ષણો વિતાવી

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર સમાપ્ત થયા બાદ વડાપ્રધાન મોદી સિક્કિમની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, સિક્કિમના ગેંગટોકમાં મારા યુવા મિત્રો સાથે ફૂટબોલ રમવાથી વધુ સુંદર કંઈ જ નથી.

App Store

વહેલી સવારે સિક્કિમના ગંગટોકમાં પહોંચેલા પીએમ મોદીએ યુવાનો સાથે ફૂટબોલની મેચ રમીને ખાસ ક્ષણો વિતાવી. ફૂટબોલ મેદાનમાં યુવાનો સાથે રમતા અને ગોલ ફટકારતા પીએમ મોદીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીએ લખ્યું કે, સિક્કિમના ગેંગટોકમાં મારા યુવા મિત્રો સાથે ફૂટબોલ રમવાથી વધુ સુંદર કંઈ જ નથી. પશ્ચિમ બંગાળમાં ફૂટબોલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને ભાજપની સિગ્નલ આધારિત રાજકીય વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે.

કોલકાતા ભારતનું ક્લબ ફૂટબોલનું મુખ્ય કેન્દ્ર છે અને રાજ્યમાં ગ્રામ્ય સ્તરે પણ ફૂટબોલની ભારે લોકપ્રિયતા છે. સિક્કિમમાં પીએમ મોદીનો આ પ્રથમ દિવસ યુવાનો સાથેનો સંપર્ક હતો. ગંગટોકમાં મેગા રોડ શો દરમિયાન પણ વડાપ્રધાનને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન સિક્કિમના ભારતમાં વિલીનીકરણની 51મી વર્ષગાંઠના કાર્યક્રમમાં હાજરી આપશે અને આશરે 4 હજાર કરોડ રૂપિયાના અલગ અલગ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે.