Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Central government turns a blind eye to cyber fraud, submits report to Supreme Court, recommends strict action

VIDEO: સાયબર છેતરપિંડી સામે કેન્દ્ર સરકારની લાલ આંખ, સુપ્રીમ કોર્ટમાં અહેવાલ રજૂ કરી કડક પગલાંની ભલામણ

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાયબર છેતરપિંડીના વધતા કિસ્સાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટા પગલાં લેવાની તૈયારી કરી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કરીને બાયોમેટ્રિક સિમ વેરિફિકેશન અને શંકાસ્પદ બેંક ખાતાઓને તાત્કાલિક ફ્રીઝ કરવા સહિતના કડક પગલાંની ભલામણ કરી છે.

App Store

એટર્ની જનરલ આર વેંકટરામણીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે વૃદ્ધો, પૂર્વ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને ધમકી આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. પૈસા ટ્રાન્સફર થયા પછી તે કલાકોમાં અનેક ખાતાઓમાં ફેરવાઈ જતા હોવાથી તપાસમાં મુશ્કેલી પડે છે. અહેવાલમાં સિમ કાર્ડના દુરુપયોગને રોકવા માટે કડક નિયમોની ભલામણ કરવામાં આવી છે. સિમ જારી કરતી વખતે બાયોમેટ્રિક ઓળખ અને વેરિફિકેશન ફરજિયાત કરવા, શંકાસ્પદ સિમકાર્ડને તાત્કાલિક બ્લોક કરવા અને પોઈન્ટ-ઓફ-સેલ વિક્રેતાઓની જવાબદારી વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે.

સરકારે ટેલિકોમ વિભાગને સિમકાર્ડ વપરાશકર્તાઓની રાષ્ટ્રીય દેખરેખ વ્યવસ્થા ઝડપથી અમલમાં મૂકવા જણાવ્યું છે. શંકાસ્પદ બેંક ખાતાઓને અસ્થાયી રીતે ફ્રીઝ કરવા માટે RBIની SOPને મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ બાબતનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે. એટર્ની જનરલે કોર્ટને આ ભલામણોને અમલમાં મૂકવા માટે નિર્દેશ આપવાની વિનંતી કરી છે.