Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Natural wonders in Bandipora: Heavy snowfall at the end of March turned the mountains white, 85 km Gurez road closed due to security

VIDEO: બાંદીપોરામાં કુદરતનો કરિશ્મો: માર્ચના અંતે ભારે હિમવર્ષાથી પહાડો સફેદ થયા, સુરક્ષાના કારણે 85 કિમીનો ગુરેઝ માર્ગ બંધ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. પહાડી ક્ષેત્રોમાં ભારે હિમવર્ષાથી કુદરતી સૌદર્યમાં વધારો થયો છેજ્યારે મેદાની ક્ષેત્રોમાં હળવા વરસાદને કારણે લોકો ફરી ગરમ કપડાં પહેરીને બહાર નીકળ્યા છે. 

App Store

શ્રીનગરના હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 24 કલાકમાં ગુરેઝ વિસ્તારમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તુલાઈલ ખીણ, દાવર, ગુજરાન અને રાઝદાન ટોપ સહિત અનેક માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરી દીધો છે. બાંદીપોરામાં મધ્યમ હિમવર્ષાની સંભાવના છે.

લોકોને ઢોળાવ અને પહાડી વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. બાંદીપોરા-ગુરેઝ માર્ગ લગભગ 85 કિલોમીટરના માર્ગને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જણાવ્યું કે પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાનમાં 1 એપ્રિલથી સુધારો થવાની ધારણા છે.