VIDEO: પંજાબ પોલીસના પૂર્વ ડીઆઈજી અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પંજાબ પોલીસના પૂર્વ ડીઆઈજી હરચરણસિંહ ભુલ્લર અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીની ટીમે પીએમએલએ એક્ટ 2002 હેઠળ ચંદીગઢ, લુધિયાણા, પટિયાલા અને જલંધર સહિત 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પંજાબ પોલીસના પૂર્વ ડીઆઈજી હરચરણસિંહ ભુલ્લર અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા લોકોના ત્યાં દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ દરોડા આરોપીઓતેમના સહયોગીઓ અને શંકાસ્પદ બેનામીદારોના ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ ગુનાથી મેળવેલી વધુ આવક શોધવા બેનામી સંપત્તિઓને શોધી કાઢવા અને મની લોન્ડરિંગ સંબંધિત મહત્વના પુરાવા એકત્રિત કરવાનો છે.
આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનદ્વારા નોંધાયેલા મામલા પર આધારિત છે. CBIએ ભુલ્લર પર વચેટિયા મારફતે ગેરકાયદેસર રીતે ધનલાભ મેળવવા અને આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ એકત્ર કરવાના આરોપ પ્રમાણે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં CBIએ ભુલ્લરની પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી હતી. ત્યારબાદની તપાસમાં તેમની પાસેથી સાડા સાત કરોડ રૂપિયા રોકડા, અઢી કિલો સોનાના દાગીના, 26 લક્ઝરી ઘડિયાળ, મોંઘી કારો અને સ્થાવર સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. 2009 બેચના આ આઈપીએસ અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો પણ નવો કેસ નોંધવામાં આવ્યો છે. EDની આ કાર્યવાહી પંજાબ પોલીસમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની મોટી તપાસનો ભાગ છે.

