Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: India has become a furnace! 92 of the world's 100 hottest cities are in India, UP's Banda is the hottest in the country with 47 degrees

VIDEO: ભારત બન્યું ભઠ્ઠી! વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 92 ભારતમાં, UPનું બાંદા 47 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક ક્ષેત્રોમાં આગામી સપ્તાહ દરમિયાન તાપમાન 44 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના બાંદામાં દેશનું સૌથી વધુ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પ્રયાગરાજમાં સાડા 45 વારાણસીમાં 45 ઝાંસીમાં 45 અને ગાઝિયાબાદમાં 43 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે.

App Store

દિલ્હીમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં હીટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. અનેક જગ્યાએ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી કે તેથી વધુ છે.દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં હીટસ્ટ્રોક યુનિટ તૈયાર કરવામાં આવી છે. હવામાન વિભાગે બપોરના તડકામાં બહાર ન નીકળવાપુષ્કળ પાણી પીવાહળવા કપડાં પહેરવા અને બાળકોવૃદ્ધો તથા બીમાર લોકોની વિશેષ કાળજી લેવાની સલાહ આપી છે.