VIDEO: નીરવ મોદીને લંડન હાઈકોર્ટનો લપડાક: ભારત લાવવાનો માર્ગ મોકળો, છેલ્લી અરજી પણ ફગાવી.
સોર્સ : GSTV
VIDEO: પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને મોટો ફટકો પહોંચ્યો છે. લંડન હાઈકોર્ટે તેમની પ્રત્યાર્પણ વિરુદ્ધની છેલ્લી અરજીને ફગાવી દીધી છે
લંડન હાઈકોર્ટે પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની પ્રત્યાર્પણને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ તેમની પૂર્વ કંપની ફાયરસ્ટાર ડાયમંડની કિંમતી સંપત્તિઓની હરાજીનો માર્ગ મોકળો થયો છે.લિક્વિડેશન પ્રક્રિયા હેઠળ 27 એપ્રિલે ઓનલાઈન હરાજી થશે
આમાં કુદરતી તેમજ લેબ-ગ્રોન હીરા, સોના-ચાંદી-પ્લેટિનમના દાગીના સામેલ છે. આ સંપત્તિ ઈડીએ જપ્ત કરી હતી. રસ ધરાવનારા ખરીદદારો 18 એપ્રિલ સુધી નિરીક્ષણ કરી શકશે.આ નિર્ણયથી 14 હજાર કરોડ રૂપિયાના કેસમાં નીરવ મોદીને ભારત લાવવાની શક્યતાઓ વધી છે.

