Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Lokayukta police turn a blind eye, raid 12 zonal offices of the Municipal Corporation simultaneously

VIDEO: લોકાયુક્ત પોલીસે કરી લાલ આંખ, મહાનગરપાલિકાની 12 જેટલી ઝોનલ કચેરીઓ પર એકસાથે દરોડા

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કર્ણાટકમાં ભ્રષ્ટાચારીઓ પર લોકાયુક્તે તવાઈ બોલાવી છે. હુબલી ધારવાડ મહાનગરપાલિકાની 12 ઝોનલ કચેરીઓમાં એકસાથે લોકાયુક્ત પોલીસ ત્રાટકતા ફફડાટ મચી ગયો છે. સામાન્ય જનતાને હેરાન કરતા અને લાંચ માંગતા અધિકારીઓ સામે તપાસ શરૂ કરાઈ છે.

App Store

કર્ણાટકના હુબલી-ધારવાડમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકાયુક્ત પોલીસે લાલ આંખ કરી છે. ગઈકાલે હુબલી ધારવાડ મહાનગરપાલિકાની 12 જેટલી ઝોનલ કચેરીઓ પર એકસાથે દરોડા પાડીને તંત્રમાં મચેલી લૂંટનો પર્દાફાશ કર્યો હતો. લાંબા સમયથી સરકારી સેવાઓમાં થતા અસહ્ય વિલંબ અને સામાન્ય જનતા પાસેથી કામના બદલામાં નાણાં માંગવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન લોકાયુક્તની ટીમે સેંકડો ફાઈલોની ઝીણવટભરી તપાસ કરી હતી અને મહિનાઓથી પેન્ડિંગ પડેલા કામો અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક ટેબલો પરથી નાગરિકોને જાણીજોઈને પરેશાન કરવામાં આવતા હોવાના અને ભ્રષ્ટાચારના પ્રાથમિક પુરાવાઓ મળી આવ્યા છે.

આ ઓચિંતા દરોડાથી પાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં લોકાયુક્ત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં દોષિત ઠરનારા કર્મચારીઓ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાની સાથે મોટા ખુલાસા થવાની પણ પૂરી શક્યતા છે, જે ભ્રષ્ટ તંત્ર માટે મોટો બોધપાઠ સાબિત થશે.