Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Bihar Cabinet, despite a budget of crores, the question of dilapidated hospitals weighed heavily on Mangal Pandey?

VIDEO: બિહાર કેબિનેટ, કરોડોના બજેટ છતાં જર્જરિત હોસ્પિટલોનો સવાલ મંગલ પાંડેયને ભારે પડ્યો?

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બિહારમાં સમ્રાટ ચૌધરી સરકારમાં પ્રધાન મંડળનું વિસ્તરણ તો થયુ પરંતુ તેમાં નીતિશ સરકારમાં મંત્રી પદે રહેલા મંગલા પાંડેને પદભાર મળ્યો નથી...ત્યારે શું ભુતકાળમાં ધારાસભ્ય મૈથિલી ઠાકુરના સવાલો મંગલ પાંડેયને ભારે પડ્યા. 

App Store

બિહારમાં સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં નવી કેબિનેટની રચના તો થઈ, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા મંગલ પાંડેયની બાદબાકી ચર્ચાનું કેન્દ્ર બની છે. નીતીશ સરકારમાં લાંબો સમય સ્વાસ્થ્ય મંત્રી રહેલા પાંડેયને આ વખતે કેમ જગ્યા ન મળીતેની પાછળ ફેબ્રુઆરીના બજેટ સત્રની એ ઘટના જવાબદાર મનાય છે, જેમાં ભાજપના જ ધારાસભ્ય અને લોકગાયિકા મેથિલી ઠાકુરે હોસ્પિટલોની ખરાબ સ્થિત મુદ્દે મંગલ પાંડેયને ભીંસમાં લીધા હતા.

મૈથિલીએ સવાલ ઉઠાવ્યો હતો કે કરોડોના બજેટ છતાં હોસ્પિટલોની ઇમારતો જર્જરિત કેમ છે..આ તીખા સવાલો પર  મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત થયો હતો. સત્તા પરિવર્તન બાદ નવી સરકારમાં તેમને પડતા મૂકવા એ કદાચ પક્ષ દ્વારા જનતાની નારાજગી અને આંતરિક વિરોધને શાંત કરવાનો એક સંકેત હોઈ શકે છે. મંગલ પાંડેય જેવા કદાવર નેતાનું પત્તું કપાવું એ બિહાર ભાજપમાં બદલાતા સમીકરણો તરફ ઈશારો કરે છે.