VIDEO: દિલ્હીમાં ગર્જયા ગુજરાતીઓ: મલ્લિકાર્જુન ખડગેના 'અભણ' વાળા નિવેદન સામે કોંગ્રેસ કાર્યાલય બહાર ભારે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે દિલ્હીમાં ગુજરાતી સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટર અને બેનર સાથે વિરોધ કરતા ગુજરાતીઓએ ખડગેના નિવેદનને ગુજરાતી અપમાન તરીકે ગણાવી નિંદા કરી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કેરળમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન સામે દિલ્હીમાં ગુજરાતી સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું. ખડગેએ કેરળની રેલીમાં કહ્યું હતું કે ગુજરાત અને અન્ય જગ્યાએ અભણ લોકોને ભોળવી શકાય, પરંતુ કેરળના શિક્ષિત લોકોને નહીં. આ નિવેદન બાદ આજે અકબર રોડ પર કોંગ્રેસ અધ્યક્ષ કાર્યાલયની બહાર ગુજરાતી સમુદાયના સેંકડો લોકો એકઠા થયા હતા.ખડગે માફી માંગોઅને ગુજરાત અપમાન સહન નહીં કરે જેવા સૂત્રોના નારા લગાવ્યા હતા. તેમણે હાથમાં પોસ્ટર અને બેનર લઈને ખડગેના નિવેદનની તીવ્ર નિંદા કરી અને તાત્કાલિક માફી માંગવાની માંગ કરી.વિરોધ પ્રદર્શનમાં ગુજરાતી સમુદાયના અગ્રણીઓ, વેપારીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે ખડગેના નિવેદને સાડા છ કરોડ ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને મહાત્મા ગાંધી તથા સરદાર પટેલની ધરતીનું અપમાન કર્યું છે.ભાજપે પણ આ વિરોધને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસ પર ગુજરાત વિરોધી માનસિકતા ધરાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાએ રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું છે. વિરોધને જોતા અંતે મલ્લિકાર્જૂન ખડગેએ પોતાના નિવેદન બદલ માફી માગી હતી.

