Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Fight in Delhi over Women's Reservation Bill! BJP's protest march led by Rekha Gupta, severe attack on opposition!

VIDEO: મહિલા અનામત બિલ પર દિલ્હીમાં જંગ! રેખા ગુપ્તાના નેતૃત્વમાં ભાજપની વિરોધ કૂચ, વિપક્ષ પર આકરા પ્રહાર!

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સંસદમાં બંધારણ 131મો સુધારો બિલ નિષ્ફળ જવાના વિરોધમાં ભાજપના ધારાસભ્યોનું નેતૃત્વ કર્યું.વિરોધ કૂચમાં હાજર રહેલા દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કોંગ્રેસ પર મહિલાઓના અધિકારોનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

App Store

મહિલા અનામત બિલ અને અન્ય બે બિલ લોકસભામાં પસાર ન થયા બાદ આ મુદ્દે રાજકરણ હજુ શમ્યો નથી. મનજિંદર સિંહ સિરસાએ કોંગ્રેસ પર મહિલાઓના અધિકારોનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો. તૈમણે કહ્યું કે કોંગ્રેસે દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓના અધિકારો છીનવી લીધા છે. મહિલાઓ સાથેના આ વિશ્વાસઘાત માટે ટીકા પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. મહિલા અનામત જરૂરી છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ આરોપ લગાવ્યો કે વિપક્ષે મહિલા અનામત બિલનો વિરોધ કરીને મહિલાઓના અધિકારોની હત્યા સમાન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીનો ઈરાદો 2029માં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો હતો, પરંતુ વિપક્ષે તેને અવરોધિત કર્યું છે.

ભાજપના ધારાસભ્ય શિખા રાયે કહ્યું કે 17 એપ્રિલ 2026નો દિવસ દેશ માટે કાળો અધ્યાય સાબિત થયો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે મહિલાઓને રાજકીય ન્યાય આપવાનો ક્યારેય ઈરાદો નહોતો.લોકસભામાં બિલ પર વિભાજનમાં 298 મત પક્ષમાં અને 230 મત વિરોધમાં પડતાં બિલ નિષ્ફળ ગયું હતું. આ બિલમાં લોકસભાની સભ્ય સંખ્યા 543થી વધારીને 816 કરવાની અને મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ હતી.