VIDEO: ઇથેનોલ ક્રાંતિ! PM મોદીએ જેવરથી દેશની ઉર્જા સુરક્ષા અને ખેડૂતોની શક્તિને વધાવી
VIDEO: વડાપ્રધાન મોદીએ જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાના ઉદ્ઘઘાટન કાર્યક્રમમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાના નિર્ણયથી ભારતની ક્રૂડ ઓઈલ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી છે.
પીએમ મોદીએ શેરડીના ખેડૂતોનો આભાર માનતાં જણાવ્યું કે તેમના ઉત્પાદનમાંથી બનેલા ઈથેનોલને કારણે દેશે સાડા 4 કરોડ બેરલ અથવા 700 કરોડ લિટર ક્રૂડ ઓઇલની આયાત ટાળી છે. જો આ મિશ્રણ ન હોત તો આ પૈસા વિદેશમાં વહી ગયા હોત. ખેડૂતોની મહેનતથી દેશ અને ખેડૂતો બંનેને ફાયદો થયો છે.
પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હોવાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે સરકાર આ કટોકટીનો બોજ જનતા પર ન પડે તે માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત આ સ્થિતિ વચ્ચે પણ ઝડપી વિકાસનો પ્રવાહ જાળવી રાખ્યો છે. ભારતે પાંચ વર્ષ અગાઉ જ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

