VIDEO: ચૂંટણી પંચની 'સર્જિકલ સ્ટ્રાઈક': પાંચ રાજ્યોમાં 408 કરોડની ગેરકાયદેસર રોકડ અને સામગ્રી જપ્ત!
VIDEO: દેશના પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે ગેરકાયદેસર પૈસા અને સામગ્રી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંચે આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા પછી 408 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરી છે
ચૂંટણી પંચના ઈલેક્ટ્રોનિક સીઝર મેનેજમેન્ટ સિસ્ટમના આંકડા અનુસાર 26મી ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધીનાસમયગાળામાં 17 કરોડ 44 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 37 કરોડ 68 લાખ રૂપિયાની કિંમતના આશરે 16 લિટર દારૂ, 167 કરોડ રૂપિયાના નાર્કોટિક્સ અને 23 કરોડ રૂપિયાની કિંમતી ધાતુઓ અને 163 કરોડ રૂપિયાની અન્ય ભેટ સામગ્રી પણ જપ્ત કરાઈ છે.ચૂંટણી પંચે લાંચમુક્ત અને સ્વચ્છ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ માટે ચૂંટણીવાળા રાજ્યોમાં 5 હજાર 173 ફ્લાઈંગ સ્ક્વોડ અને 5 હજાર 200થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ ટીમ માહિતી મળ્યા પછી 100 મિનિટની અંદર જવાબ આપે છે.આ ચૂંટણીમાં કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ અત્યંત ગરમ છે. અહીં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રકારના પૈસાના પ્રભાવ અથવા લાંચને સહન કરવામાં નહિ આવે અને કાયદાનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.

