Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Center's big decision: Sharp reduction in excise duty on petrol and diesel, but will the public get cheaper oil?

VIDEO: કેન્દ્રનો મોટો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં તોતિંગ ઘટાડો, પણ શું જનતાને મળશે સસ્તું તેલ?

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યોછે, પરંતુ આ ઘટાડાનો સીધો લાભ સામાન્ય લોકોને સસ્તા ઇંધણના રૂપમાં નહિ મળે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં તેર રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 3 રૂપિયા કરી છે, જ્યારે ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટર ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી છે
 
કેન્દ્ર સરકારે ઈઝરાયલ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને સંભવિત ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડાનો સીધો લાભ લોકોને સસ્તા ઈંધણના રૂપમાં નહિ મળે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં તેર રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 3 રૂપિયા કરી છે, જ્યારે ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટર ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ન થવાનું કારણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થતું ભારે નુકસાન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને વટાવી ગયા છે. પરિણામેભારતીય તેલ કંપનીઓ વેચાતા પેટ્રોલ અને ડીઝલના પ્રતિ લિટર આશરે 48 રૂપિયા 80 પૈસાનું નુકસાન સહન કરી રહી છે.

App Store

કંપનીઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી આ 10 રૂપિયાની રાહતનો ઉપયોગ તેમના નુકસાનને ઘટાડવા માટે કરશે. એટલે કે ભાવ ઘટાડાથી ગ્રાહકોને સીધો ફાયદો થવાની શક્યતા ઓછી છે.એક્સાઇઝ ડ્યુટીએ કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવતો કર છે. આ કર માલના ઉત્પાદન પર લાદવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરાની બહાર છે, તેથી તેમના પર કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય વેટ લાગુ પડે છે.