Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Anti-Pakistan Demonstration in Front of UN Office in Geneva over Atrocities in ANDAR NI VAAT/POK

VIDEO: ANDAR NI VAAT/ POKમાં અત્યાચાર મુદ્દે જીનીવામાં યુએનની ઓફિસ સામે પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાન દ્રારા પીઓકે અને આઝાદ કશ્મિરમાં સ્થાનિક લોકો પર અમાનુષી ત્રાસ ગુજરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની આર્મી અને પ્રશાસન દ્રારા સ્થાનિકોના હકને છિનવીને લોકોના માનવ અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. પીઓકેના લોકો વધતી મોંઘવારી, ઘઉંના લોટના ભાવમાં વધારો, સ્થાનિક સંશાધનો પર પાકિસ્તાનના અન્ય વિસ્તારના લોકો દ્રારા તરાપ, વીજળીના ભાવ વધારા વગેરે મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાક સરકાર વિરોધ પ્રદર્શન કરનાર લોકોને પકડીને તેમની પર અત્યાચાર ગુજરી રહી છે. અનેક લોકો ગુમ થયા છે. પાક સેના આંદોલનકારી નાગરિકો પર ગોળીબાર કરી કરી છે. આ અત્યાચાર વિશ્વ સમક્ષ જાહેર થાય તે માટે બ્રિટન સ્થિત યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી દ્વારા  સ્વિઝરલેન્ડના જીનીવા ખાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ ખાતે વિરોધ પ્રદ્શન કરવામાં આવ્યું હતું. જીનીવાના વિરોધ પ્રદર્શનોએ પાકિસ્તાન શાસિત જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન તરફ વૈશ્વિક સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. સયુક્ત રાષ્ટ્રની ઓફિસ બહાર UKPNPના અનેક કાર્યકરો પાક વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અનેક કાર્યકરો બેનર સાથે જોવા મળ્યા હતા. બેનરમાં લખ્યું હતું કે પાક દ્રારા પીઓજેકેના લોકો પર થતા અત્યાચાર બંધ કરો. આઝાદ કશ્મિરના રાવલકોટ અને કોટીલીમાં સેન્ય અથડામણમાં મર્યા ગયેલા લોકોની બોડી પરત આપવાની પણ માંગ કરી હતી.

App Store