Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT/The administration's big hammer on illegal constructions in Kolhapur

VIDEO:ANDARNI VAAT/કોલ્હાપુરમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનો મોટો હથોડો

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના કોલ્હાપુર મહાનગરપાલિકા વિસ્તારમાં સર્વોચ્ચ અદાલતના આદેશો અને માર્ગદર્શિકાને આધારે ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ એક મોટી અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કુલ ૨૦૪ જેટલા અનધિકૃત બાંધકામોને ચિહ્નિત કરીને કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, તેમાંથી ૧૭૭ બાંધકામો સામે સર્કિટ બેન્ચ દ્વારા સ્ટે ઓર્ડર એટલે કે સ્થગિતતા આદેશ આપવામાં આવ્યો હોવાથી, તે માળખાઓ પર હાલ પૂરતી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. બાકી બચેલા અન્ય તમામ ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામોને તોડી પાડવા માટે પ્રશાસન દ્વારા વહેલી સવારથી જ કાયદાકીય પ્રક્રિયા તેજ ગતિએ આગળ ધપાવવામાં આવી છે.

App Store

કોલ્હાપુરના તવારે હોટેલ વિસ્તાર સહિત મહાનગરપાલિકાના તમામ ચારેય વોર્ડમાં ૨૨મી તારીખે સવારે જ આ તોડફોડની વ્યાપક ઝુંબેશ એકસાથે ઉપાડવામાં આવી હતી.. આ મહાઝુંબેશને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ નગર આયોજન, આરોગ્ય, મિલકત વેરા અને જાહેર બાંધકામ વિભાગની સંયુક્ત ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી.. આ ઓપરેશન માટે ૩ જેસીબી મશીન, ૧ બેકહો લોડર, ૬ ડમ્પર અને ૬૦૦ જેટલા કર્મચારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરાયો હતો.. અત્યાર સુધીમાં અંદાજે ૧૬ જેટલી બિનઅધિકૃત ઇમારતો અને દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હજુ પણ ચાલુ છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:kolhapurmaharashtraGSTVgstv