VIDEO: Maharashtraના રાજકારણમાં ખળભળાટ; અશોક ખરાત કેસમાં EDનું રૂપાલી ચાકણકરને સમન્સ
સોર્સ : GSTV
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઈડી એ અશોક ખરાત કેસના સંદર્ભમાં રૂપાલી ચાકણકરને સમન્સ પાઠવ્યું છે. તપાસ એજન્સીએ ચાકણકરને આ અઠવાડિયે હાજર રહેવા આદેશ આપ્યો છે, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ મામલો નાણાકીય ગેરરીતિઓ અને વિવાદાસ્પદ અશોક ખરાત સાથેના કથિત જોડાણો સાથે જોડાયેલો હોવાનું મનાય છે. નોંધનીય છે કે આ પહેલા ED દ્વારા રૂપાલી ચાકણકરની બહેનની પણ આ જ કેસમાં કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે રૂપાલી ચાકણકરને તેડું આવતા તપાસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. એજન્સી આ કેસમાં કથિત મની લોન્ડરિંગ અને આર્થિક વ્યવહારોના પુરાવા એકત્ર કરી રહી છે. આ સમન્સ બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી દિવસોમાં નવા ખુલાસા થવાની શક્યતા છે

