Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / From Rameshwar to Paradip fishermen warned not to venture into the sea

VIDEO: ANDARNI VAAT / રામેશ્વરથી પારાદીપ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છેલ્લા કેટલાક દિવસથી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને ભારે વરસાદના કારણે તમિલનાડુના રામેશ્નરમથી લઇને ઓડિસ્સાના પારાદીપ સુધી માછીમારોની સ્થિતિ કફોડી બની છે. વરસાદ અને અસામાન્ય હવામાનને કારણે હવામાન વિભાગ દ્રારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી હતી. આ કારણે બંગાળની ખાડી તરફના દરિયા કિનારે બંદર પર બોટનો ખડકલો થઇ ગયો હતો. ઓડિસ્સાના પારાદીપમાં તટીય વિસ્તારોમાં તેજ પવન સાથે મુશળધાર વરસાદ પડ્યા હતો. સમુદ્રમાં સર્જાયેલી જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને પારાદીપ પોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા ત્રણ નંબરનું સિગ્લન લગાવી દેવામાં આવ્યું હતું. દરિયામાં ઊંચા મોજા અને ભારે કરંટને કારણે માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં લઇને માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા કડક આદેશ આપ્યો હતો. ચેતવણીને ધ્યામાં રાખીને પારાદીપના કિનારે ૪૦૦થી વધુ બોટોને લાંગરી દેવામાં આવી હતી. કાંઠા વિસ્તારમાં પવનની ગતિ ૪૫ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. પારાદીપ સાથે તમિલનાડુના રામેશ્વરમાં પણ ભાર વરસાદ અને પવના કારણે ફિશિંગ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રામેશ્વરમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રામેશ્વર નજીક પલ્કની સમુદ્રધુનીમાં ભારે પવન ફૂકાયો હતો. અહિયા 40થી 60 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાતા દરિયા કિનારે ત્રણ મીટરથી વધારે ઉચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરંટના કારણે રામેશ્વરમાં અંદાજે 1500 જેટલી બોટને બંદરમાં લંગારવામાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્રએ માછીમારેને દરિયામાં ન જવા ચેતવણી પણ આપી હતી. છેલ્લા કેટલાક દિવસથી માછીમારો ફિશિગ ન કરી શકતા તેમની હાલત કફોડી બની ગઇ હતી. રામેશ્નર ફિસિંગ એસોશિએશનએ કહ્યું હતું કે ભારે વરસાદની ચેતવણીઓને કારણે અમે દરિયામાં ફિશિંગ કરવા જઇ શકતા નથી. આ કારણે અમારી બોટ બંદરમાં પડી રહે છે. આ કારણે માછીમારોને લાખોનું નુકસાન થાય છે. માછીમારોએ આરોપ લગાવ્યો હતો કે બોટ બંધ રહેતા તેમની આજીવીકા પર અસર પડી છે. ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પૂર્વ ભારતના દરિયા કિનારા પર માછીમારીની હાલત કફોડી બની છે.

App Store

-- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી