Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/Punjab: Farmers again fierce agitation against central government

VIDEO: ANDAR NI VAAT/ પંજાબઃ ખેડૂતોનું ફરીવાર કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ઉગ્ર આંદોલન

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંજાબના ખેડૂતોએ ફરી એક વાર કેન્દ્ર સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂક્યું છે. એમએસપી પ્રમાણે પેદાશનો ભાવ, સ્વામિનાથન આયોગના રિપોર્ટનો અમલ અને અન્ય પડતર માંગણીને લઇને ખેડૂતો દ્રારા અમૃતસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂરો પંજાબ રોડવેઝ ડેપોથી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય સુધી એક વિશાળ રેલી કાઢી હતી. રેલીમાં ખેડૂતોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કેન્દ્ર સરકારને ઉદ્યોગપતિઓની સરકાર અને વિદેશી તાકાત સામે દબાયેલી સરકાર ગણાવી હતી. ખેડૂતોએ જાહેર રસ્તા પર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના પુતળાનું દહન પણ કર્યું હતું. આંદોલનકારી ખેડૂતોએ પંજાબ રોડવેઝ ડેપોથી ભાજપ કાર્યાલય સુધી રેલી રાખી હતી. વિરોધ પ્રદર્શન જોતા ભાજપ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે ખેડૂતોને વચ્ચેથી અટકાવી દીધા હતા. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર અને રણજીત સિંહ ક્લેર બાલાએ કહ્યું હતું કે, દિલ્હી આંદોલન વખતે કેન્દ્ર સરકારે ખેડૂતોને અનેક વચનો આપ્યા હતા. હજુ સુધી આ વચનનું પાલન થયું નથી. સ્વામીનાથન આયોગની ભલામણો મુજબ તમામ પાક પર એમએસપીની કાયદાકીય ગેરંટી આપવાની વાત હતી. પણ કોર્પોરેટ કંપનીઓના ફાયદા માટે ખેડૂત તરફેણમાં નીતિ બનાવવામાં આવતી નથી. ખેડૂતોએ માંગ કરી હતી કે સરકાર જો અમારી માંગ નહીં સ્વિકારે તો ફરીવાર ઉગ્ર આંદોલન કરવું પડશે. દિલ્લીમાં ખેડૂત આંદોલન સમેટાયા બાદ પંજાબમાં ખેડૂતોએ રાજ્યમાં આંદોલન ચાલું રાખ્યું છે. રાજ્યનાં ખેડૂત સંગઠનો નિયમિત રીતે ધરણા અને રેલી યોજી સરકારની પોતાની માગ તાજી કરે છે. હવે પંજાબમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂતોએ આંદોલન વધારે ઉગ્ર બનાવ્યું છે.

App Store

બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી