Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/ The 12th International Yoga Day was celebrated grandly in the country and the world.

VIDEO: ANDAR NI VAAT/ દેશ અને દુનિયામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના અવસરે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળયો હતો. કશ્મીરથી લઈને કન્યાકુમારી અને અમેરિકાથી લઈ લંડન સુધી યોગ દિવસે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના રેડ રોડ પર આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને યોગ સાધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમો દ્વારા સમગ્ર વિશ્વમાં યોગ અને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતેથી મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા યોગને જીવનશૈલી બનાવવાની હાકલ કરી હતી.આ વર્ષની થીમ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' પર ભાર મૂકતા પીએમ મોદીએ જણાવ્યું કે, "યોગ ઉંમરને માનવીય ક્ષમતા ઘટાડવા દેતું નથી. આપણું લક્ષ્ય ૨૦ વર્ષની ઉંમર કરતા ૪૦ વર્ષે વધુ લવચીક અને ૩૦ વર્ષની સરખામણીએ ૫૦ વર્ષે વધુ ઉર્જાવાન બનવાનું હોવું જોઈએ.

App Store

રાજસ્થાનના અજમેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં એક અનોખી અને આકર્ષક પહેલ જોવા મળી હતી અહીંના સ્વિમિંગ પૂલમાં બાળકોએ પાણીની અંદર યોગાસન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ અનોખા પ્રદર્શનનું નેતૃત્વ પ્રખ્યાત સ્વિમર નિષ્ઠા વર્માએ કર્યું હતું. નિષ્ઠા અને તેની સાથેના બાળકોએ પાણીમાં રહીને જટિલ યોગાસનો ખૂબ જ સરળતા અને સંતુલન સાથે પૂર્ણ કર્યા હતા.આ અનોખી ઉજવણી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં જમ્મુ-કાશ્મીરના વિશ્વના સૌથી ઊંચા આર્ક રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજ પર એક અદભૂત અને ગૌરવપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં એનસીસી કેડેટ્સ દ્વારા ઉત્સાહપૂર્વક યોગાસનો કરવામાં આવ્યા હતા. 

બ્યુરો રિપોર્ટ જીએસટીવી 

ટોપિક્સ:yoga dayyoga day 2026yoga