VIDEO: ANDAR NI VAAT/ મહારાષ્ટ્રમાં આસમાની આફત: અમરાવતીની હોસ્પિટલ પૂરના પાણીમાં ગરકાવ
લાબી રાહ જોવડાયા બાદ ચોમાસુ મહારાષ્ટ્રમાં આગળ વધ્યુ. પરંતુ મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ આસમાની આફત બનીને વરસાદ વરસ્યો, અમરાવતી, મુંબઈ સહિત કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદને પગલે ભારે હાલિકીનો લોકને સામનો કરવો પડી રહ્યો છે. અમરાવતીમાં હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા ભારે રોષ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના અમરાવતીમાં થયેલા પ્રથમ ભારે વરસાદે જ વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. શહેરની સૌથી મોટી જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી જતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ અને CT સ્કેન રૂમમાં સીધું પાણી આવી જતાં ત્યાં દાખલ દર્દીઓની સારવાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વોર્ડમાં પાણી ભરાઈ રહેવાને કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વીજ પુરવઠો ખોરવાઈ જવાથી મહત્વની આરોગ્ય સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. વરસાદી પાણીને કારણે થયેલા નુકસાન અને દર્દીઓની સુરક્ષાને લઈને સ્થાનિકો અને પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ છે.

