Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/ New momentum for development in Jammu and Kashmir...Army's study hub in Kakupwara

VIDEO: ANDAR NI VAAT/ જમ્મુ-કાશ્મીરમાં વિકાસને નવી ગતિ...કકુપવાડામાં સેનાનું સ્ટડી હબ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ સરહદી વિસ્તારોમાં વિકાસની ગતિ સતત વધી રહી છે. આ જ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરીને ભારતીય સેનાએ કુપવાડા જિલ્લાના એલઓસી નજીક આવેલા માચિલ વિસ્તારમાં સ્થાનિક લોકો માટે સ્ટડી હબ અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ અને યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ ઉપલબ્ધ કરાવવાનો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આ પહેલથી યુવાનોને પોતાના વિસ્તારમાં જ આધુનિક શૈક્ષણિક સુવિધા મળશે અને તેઓ રોજગારીની નવી તકો માટે વધુ સક્ષમ બનશે. સ્થાનિક લોકોએ અને વિદ્યાર્થીઓએ આ પહેલને આવકારી છે અને તેને સરહદી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સેના સુરક્ષા કામગીરી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રમતગમત અને સમાજકલ્યાણ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં વિકાસને નવી દિશા મળી રહી છે.

App Store

 

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પણ સ્થાનિક નાગરિકોને ડિજિટલ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આધાર સેવા કેન્દ્ર અને આવશ્યક ડિજિટલ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં આધાર સંબંધિત નોંધણી અને અપડેટ સહિત વિવિધ સરકારી અને ઓનલાઈન સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. ખાસ કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોના લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં રહે અને સમય તેમજ ખર્ચ બંનેમાં બચત થશે. સ્થાનિક લોકોએ આ પહેલને આવકારી છે અને તેને સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી