Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/ After Trinamool Congress-Shiv Sena (UBT), there will be a rebellion in Samajwadi Party

VIDEO: ANDAR NI VAAT/ તૃણમુલ કોંગ્રેસ-શિવસેના(UBT) બાદ સમાજવાદી પાર્ટીમાં બળવો થશે ?

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બંગાળમાં ટીએમસી અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં બળવો થયા બાદ હવે યુપીમાં સપામાં બળવાની વાતે વેગ પકડ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે સપાના અનેક સાંસદો અને ધારાસભ્યો અસંતુષ્ટ છે. તેઓ ભાજપમાં જોડાવા તૈયાર છે. રામ ગોપાલ યાદવે અમિત શાહને એક લેટર સોંપ્યો છે તેમા અસંતુષ્ટ ધારાસભ્યો અને સાંસદોના નામ છે. આ સાંસદો ગમે ત્યારે બળવો કરી શકે છે. તેણે વધારે આરોપ લગાવ્યો હતો કે માઇનિંગ કોંભાડ અને ગોમતી રિવરફન્ટ કોંભાડમાં અનેક સપા નેતાના નામ છે. તેઓ આ કોંભાડથી બચવા માટે ભાજપમાં આવવા તૈયાર છે. રાજભરના નિવેદન બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હડકંપ આવી ગયો છે. ચર્ચા થઇ રહી છે કે શું ટીએમસી અને શિવસેના-યુબીટીની જેમ  સમાજવાદી પાર્ટીમાં પણ બળવો થશે. રાજભરનો જવાબ અખિલેશ યાદવે આપ્યો હતો. તેણે કહ્યું હતું કે રાજભર પોતાની પાર્ટીનું દ્યાન રાખે. તે ભાજપ પાસે 70 સીટની માંગ કરે છે અને ભાજપ આપે છે કેટલી તેની ચર્ચા કરે.

App Store

રાજભર અને અખિલેષ ભલે નિવેદન કરતા હોય પણ હાલમાં ભાજપ લોકસભામાં મહિલા અનામત અને સિમાંકન બીલ પાસ કરવા માટે પક્ષ પલ્ટાનું ષડયંત્ર રચી રહી છે. ચોસાસુ સત્રમાં ભાજપ આ બન્ને બીલ ફરી રજૂ કરવા માંગે છે. આ માટે જરુરી બહુમતી સીધી રીતે મળી શકે તેમ નથી. આ કારણે વિરોધ પક્ષના સાંસદો તોડી કે પક્ષ પલ્ટો કરાવીને કોઇ પણ ભોગે એનડીએની બે તૃતિયાંસ બહુમતી સાબિત કરવાની તૈયારી છે. બંગાળમાં ટીએમસીના 20 સાંસદોએ પક્ષ પલ્ટો કરીને એનડીએને ટેકો આપ્યો છે. આ રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના(યુબીટી)ના છ સાંસદોએ બળવો કર્યો છે અને શિંદેની શિવસેના સાથે જોડાવાનો લોકસભાના સ્પીકરને પત્ર લખ્યો છે. આ રીતે 26 સાંસદો સીધી રીતે એનડીએના પક્ષમાં આવી ગયા છે. યુપીમાં સમજવાદી પાર્ટી પાસે 37 સાંસદ છે. આ સાંસદોમાંથી 24 સાંસદો એક સાથે બંડ પોકરી પક્ષ પલ્ટો કરે તો જ પક્ષ પલ્ટા વિરોધી ધારો તેઓને લાગું ન પડે. યુપીમાં અત્યારે અખિલેશ યાદવની મજબુત સ્થિતિ જોતા બળવાની સંભાવના અત્યારે દેખાતી નથી. જો કે રાજનીતિમાં ક્યાંરેય શું થાય તે કહી શકાય નહીં. પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઇ શકે છે.  

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી