Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Security arrangements at Badrinath Dham changed, responsibility handed over to IRB

Uttarakhand: યાત્રાધામ બદ્રીનાથની સુરક્ષા વયવસ્થામાં કરાયો ફેરફાર, સુરક્ષાની જવાબદારી IRBને સોંપાઈ

Timeછેલ્લું અપડેટ : 07 May 2025
લાઇવ ટીવીGoogle News
Uttarakhand: યાત્રાધામ બદ્રીનાથની સુરક્ષા વયવસ્થામાં કરાયો ફેરફાર, સુરક્ષાની જવાબદારી IRBને સોંપાઈ

ઉત્તરાખંડના પ્રખ્યાત યાત્રાધામ શ્રી બદ્રીનાથ ધામની સુરક્ષા વ્યવસ્થામાં આજે (7 મે) ફેરફાર કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ શિયાળા દરમિયાન ધામની સુરક્ષાની જવાબદારી ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા લેવામાં આવી હતી, પરંતુ હવે દરવાજા ખુલતા જ આ જવાબદારી ભારતીય રિઝર્વ બટાલિયન (IRB) ને સોંપવામાં આવી છે.

App Store

શિયાળામાં સુરક્ષાની જવાબદારી ITBPના હાથમાં

શિયાળા દરમિયાન બદ્રીનાથ ધામના દરવાજા છ મહિના માટે બંધ રહે છે અને આ સમય દરમિયાન ભારે હિમવર્ષા થાય છે. આવા સમયે આ વિસ્તારમાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ હોય છે. આવી પરિસ્થિતિઓમાં આઈટીબીપીના જવાનો અહીં સુરક્ષાની જવાબદારી સંભાળે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે પોતાની ફરજ બજાવે છે.

https://twitter.com/chamolipolice/status/1920097319992611054

બદ્રીનાથ ધામની સુરક્ષા વ્યવસ્થા આઈઆરબી સંભાળશે

બદ્રીનાથ ધામના દરવાજા શ્રદ્ધાળુઓ માટે આજથી ખુલી ગયા છે અને હવે ભારતીય રિઝર્વ બટાલિયન સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી છે. સીમદ્વાર યુનિટના આઈટીબીપી જવાનોએ ઔપચારિક પ્રક્રિયા મુજબ આઈઆરબીને ચાર્જ સોંપ્યો. હવે યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાની સંપૂર્ણ જવાબદારી આઈઆરબીની રહેશે.

ITBPની પ્રશંસા, IRBને સફળ કાર્યની શુભેચ્છા

આખા વર્ષ દરમિયાન બદ્રીનાથ ધામની સુરક્ષા વ્યવસ્થાનું વ્યવસ્થિત સંચાલન થાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. શિયાળામાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આઈટીબીપી સેવા આપતી હતી, પરંતુ હવે આઈઆરબી યાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ધામ વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ આઈટીબીપીના કાર્યની પ્રશંસા કરી રહ્યા છે અને આઈઆરબીને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ટોપિક્સ:Badrinath DhamIRBitbpgstv news