Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Amit Shah's victorious roar in Assam: NDA will win more than 90 seats, Guwahati road show draws huge crowds

VIDEO: અમિત શાહનો આસામમાં વિજયી હુંકાર: NDA 90થી વધુ બેઠકો જીતશે, ગુવાહાટીના રોડ શોમાં ઉમટ્યું જનમેદનીનું ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એટલે કે એનડીએ માટે જંગી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમના મતે એનડીએ પ્રદેશની ચૂંટણીમાં 90થી વધુ બેઠકો જીતશે

App Store

આસામના ગુવાહાટીમાં યોજાયેલા રોડ શો પહેલા સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે 126 સભ્યોની આસામ વિધાનસભામાં એનડીએ 90થી વધુ બેઠકો જીતશે અને સતત ત્રીજા કાર્યકાળ માટે સરકાર બનાવશે.તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં આસામમાં ઝડપી વિકાસ થયો છે. આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેથી આસામ પૂર્વોત્તરનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.શાહે કહ્યું કે એક સમયે બળવાખોરી અને હિંસા માટે જાણીતું આસામ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારની ઘટનાઓ બંધ થઈ છે. યુવાનોને રોજગારની નવી તકો મળી રહી છે અને સેમિકન્ડક્ટર જેવા આધુનિક ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે.રોડ શો આર્ય વિદ્યાપીઠ કોલેજથી શરૂ થઈને નેપાળી મંદિરે સમાપ્ત થયો હતો. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સહિત અનેક ઉમેદવારોના સમર્થનમાં લોકોનો વિશાળ ટોળો ઉમટી પડ્યો હતો.