Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : TMC scandals opened as soon as power changed: Bogus ID cards found in closed office!

VIDEO: ANDAR NI VAAT/ સત્તા બદલાતા જ ખુલ્યા TMCના કાંડ: બંધ ઓફિસમાંથી મળ્યા બોગસ ID કાર્ડ!

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બંગાળમાં TMCએ સત્તા ગુમાવ્યા બાદ પાર્ટીના નવા નવા કાંડ બહાર આવી રહ્યા છે. બંગાળના હુબલીમાં ટીએમસીની એક બંધ ઓફિસમાંથી આધાર કાર્ડ, જોબ કાર્ડ અને રાશનકાર્ડ મળી આવ્યા હતા. પોલીસ શંકા છે કે બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર ઘૂસાડવા માટે તેનો ઉપયોગ થતો હતો.

App Store

બંગાળમાં TMC રાજ ખતમ થતા એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસાડવામાં TMCના કાર્યકરો પર ગંભીર આરોપ લાગતો હતો. હવે બંગાળામાં પોલીસ તપાસમાં ટીએમસીના કાર્યકરોની મિલિભગત સામે આવી રહી છે. પશ્વિમ બંગાળના હુબલી જિલ્લાના નાલદુબી ગામમાં 2021થી બંધ પડેલી ટીએમસીની ઓફસ પર પોલીસ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બોગસ આધારકાર્ડ, બોગસ રાશન કાર્ડ, મનરેગા માટેના બોગસ જોબ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે રિઝર્વ પોલીસ ફોર્સને સાથે રાખીને દરોડા પાડયા ત્યારે બંધ કબાટમાંથી આ વસ્તુ મળી આવી હતી. ઓફિસમાં વિધવા મહિલાને રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવી સફેદ સાડી અને ગામમાં સ્વચ્છતા માટે સરકાર દ્રારા આપવામાં આવતી બાલ્ડી પણ હતી. ઓફિસમાં અનેક જમીનની લેન્ડ ડીડ પણ મળી આવી હતી. આ વસ્તુ જોઇને સાહિત થતું હતું કે ટીએમસીની ઓફિસ પાર્ટી ઓફિસ નહીં પણ ગેરકાયદેસર પ્રવૃતિઓનો અડ્ડો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટીએમસીના કાર્યકરો દ્રારા બાંગ્લાદેશી ઘૂંસણખોરો માટે કાર્ડ બનાવ્યા હતા અને ઓફિસમાં રાખતા હતા. ઘૂસણખોરોને પાર્ટી ઓફિસમાંથી જ આધાર કાર્ડ, રાશન કાર્ડ અને જોબ કાર્ડ મળી જતા હતા. આ બોગસ કાર્ડના બદલામાં તેઓ પૈસા લેતા લેતા હતા. આ પૈસા પાર્ટીમાં ઉપર સુધી પહોંચતા હતા. ટીએમસીના કાર્યકરો ઘૂંસણખોરીનું એક વ્યવસ્શિત ષડયંત્ર ચલાવતા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટીએમસી ઓફિસ દારુ-જુગાર અને ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો હતું. કાર્યકરો દારુ પીને ગામમાં ખોફ ઉભો કરતા હતા. બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હતી ત્યારે ટીએમસીના કાર્યકરો પર ગુડા-ગર્દી અને બાંગ્લાદેશી ઘૂંસણખોરોને મદદ કરવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. મમતા બેનર્જીના રાજમાં સેંકડો બાગ્લાદેશી ઘૂંસણખોરો ભારતમાં ઘૂસ્યા હોવાનો પણ આરોપ હતો. હવે ભાજપીની સરકાર આવી છે ત્યારે મમતા સરકાર અને ટીએમસી કાર્યકરો પર લાગેલા આરોપ સાચા સાબિત થઇ રહ્યા છે.