Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : People of Gututukadi are without water amid heavy rains in Tamil Nadu

VIDEO: ANDAR NI VAAT/તમિલનાડુના ભારે વરસાદ વચ્ચે ગુતુતુકડીના લોકો પાણી વિહોણા

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

એક બાજુ દક્ષિણ ભારતમાં ચોમાસાએ જમાવટ બોલાવી છે ત્યારે બીજી બાજુ તમિલનાડુમાં ગુતુતુકડી જિલ્લામાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. ગુતુતુકડીના ગામમાં વરસાદ ખેંચાતા ગામડામાં લોકોને બહાર પાણી ભરવા જવું પડે છે.... 

App Store

 

દક્ષિણ ભારતમાં વરસાદી માહોલા જામ્યો છે. કેરલમ, તમિલનાડુના અનેક ભાગમાં સારા વરસાદને કારણે ખેતી અને પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે. જો કે કેરલમ અને તમિલનાડુના સરહદી વિસ્તારમાં આવેલા ગુતુતુકડી જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામિણ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. જિલ્લાનાં પોટ્ટલ, મુલ્લાકાડુ વગેરે ગામમાં ઘર સુધી પીવાનું પાણી ન આવતા મહિલાઓ ગામની બહાર પાણી ભરવા જવું પડે છે. પોટ્ટલ ગામની બહાર પાણીનો સંપ આવ્યો છે. આ સંપમાં અપુરતું પાણી આવતું હોવથી આખા ગામને પાણી મળી શકતું નથી. આ કારણે મહિલાઓને પ્લાસ્ટીકના માટલામાં પાણીના ભરવા આવવું પડે છે. ગામના લોકો કહે છે કે દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચતું નથી. ગામમાં પાઇપલાઇન છે પણ તેમા પાણી આવતું નથી. આ કારણે અનેક લોકોએ ઘરની બહાર પાણી ભરવા જવું પડે છે. મહિલાઓ કહે છે આખા પરિવારનું પાણી ખેંચીને જવું મહેનત માંગી લે છે. પાણીની આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. હવે આ બધું કાયમી થઇ ગયું છે. મહિલાઓએ પાણીની ડોલ કે બેડા માથે ઉચકીને ન લઇ જવા પડે તે માટે સરળ રસ્તો શોધી કાઢ્યો છે. વિસ્તારની પાણીની ગંભીર સમસ્યા જોતા ઘરે ઘરે એક લોખંડની ગાડી બનાવવામાં આવી છે. આ ગાડીમાં છથી સાત પાણીના બેડા રહી શકે છે. મહિલાઓ પાણીને માથે લઇને જવાની જરુર પડતી નથી. વળી, એક સાથે વધારે બેડા લઇ જઇ શકાય છે. આ કોઠાસુઝના કારણે પાણીનું પરિવહન સરળ બન્યું છે પણ પાણીની સમસ્યા હલ થઇ નથી. તમિલનાડુ અને કેરલમમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. પણ આ વિસ્તારમાં હજુ પણ વરસાદ ન પડતા લોકો વરસાદની કાગાડોળે વાટ જોઇ રહ્યા છે. લોકો માને છે કે જેટલો વહેલો વરસાદ આવશે એટલી વહેલી પાણીની સમસ્યાનું સમાધાન આવશે,

- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTVGSTVNEWStamil nadu