VIDEO : ANDARNI VAAT/ મોટું બુલડોઝર એક્શન! સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત હાર્યા બાદ 8 વીઘા જમીન પરથી હટાવાયું ગેરકાયદે બાંધકામ
દેશની રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં ૩૦ મીટર પહોળા રોડના નિર્માણ માટે અંદાજે 8 વીઘા સરકારી જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો હટાવવાની મોટી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.. આ જમીન સંપાદન માટે કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું, જેમાં અસરગ્રસ્ત પક્ષોએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હોવા છતાં તમામ ચુકાદાઓ સરકારની તરફેણમાં આવ્યા હતા.. જો કે, જમીન સંપાદન કાયદા હેઠળ કાયદેસર રીતે કોઈ વળતર ચૂકવવાનું થતું નથી, તેમ છતાં હાઈકોર્ટના નિર્દેશન બાદ માનવતાવાદી અભિગમ અપનાવીને સરકારે લાયક પરિવારો માટે રૂપિયા ત્રણ લાખની સદ્ભાવના સહાય અને 11 મહિના માટે કામચલાઉ રેન્ટલ ફ્લેટની વ્યવસ્થા કરી છે.
આ સમગ્ર ડિમોલિશનની અંદરની ખાસ વાત એ છે કે, વહીવટીતંત્ર આ વિસ્તારમાં રસ્તાના વિસ્તરણના પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી મોટા દબાણમાં હતું, કારણ કે આ ગેરકાયદેસર બાંધકામોને કારણે ટ્રાફિકની જટિલ સમસ્યા સર્જાતી હતી.. વગદાર લોકો કાનૂની દાવપેચ રમીને આ સરકારી જમીન પર કબ્જો જાળવી રાખવા માંગતા હતા, પરંતુ કોર્ટના કડક વલણ બાદ પ્રશાસને તુરંત બુલડોઝર એક્શન શરૂ કર્યું છે.. વધુમાં, ભૂતકાળમાં આ વિસ્તારમાં લાગેલી એક મોટી આગની દુર્ઘટના પર કાબૂ મેળવવામાં સાંકડા રસ્તા નડ્યા હતા, તેથી વહીવટીતંત્ર હવે ભવિષ્યની સુરક્ષા માટે આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા કટિબદ્ધ બન્યું છે.

