VIDEO: તમિલનાડુમાં 'થલપતિ'નો નવો દાવ, ઝેડ-પ્લસ સુરક્ષા હટાવીને સાબિત કર્યું કે તેઓ જનતાના સાચા નેતા છે
VIDEO: તાજેતરની ચૂંટણીમાં 108 બેઠકો જીતીને ઈતિહાસ રચનાર TVK ચીફ વિજયની સુરક્ષામાં મોટો ફેરફાર કરાયો છે. તેમની ઝેડ પ્લસસુરક્ષા હવે પાર્ટીની વિનંતી પર પાછી ખેંચી લેવામાં આવી છે. શું આ માત્ર એક પ્રોટોકોલ ફેરફાર છે, કે પછી જનતાની નજીક રહેવા માટે વિજયનો કોઈ નવો રાજકીય દાવપેચ?
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે જીતી આવેલા ટીવીકે પ્રમુખ વિજયની સુરક્ષામા ઘટાડો કરાયો છે...ચૂંટણી પરિણામ બાદ ચોથી મે તે વિજયના ઘરે મુખ્યમંત્રી કક્ષાની 'ઝેડ-પ્લસ' સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી, જેમાં DIG રેન્કના અધિકારીઓ અને સશસ્ત્ર કમાન્ડો સામેલ હતા. પરંતુ માત્ર બે જ દિવસમાં આ હાઈ-પ્રોફાઈલ કાફલો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ નિર્ણય TVK નેતાઓની વિનંતી પર લેવામાં આવ્યો છે. ત્યારે આ એક સુનિયોજિતપોલિટિકલ બ્રાન્ડિંગહોઈ શકે છે.
વિજય જાણે છે કે તમિલનાડુના રાજકારણમાં જનતાના નેતાદેખાવું કેટલું મહત્વનું છે. મુખ્યમંત્રી સ્તરની 'ઝેડ-પ્લસ' સુરક્ષા તેમને સામાન્ય જનતા અને કાર્યકરોથી દૂર કરી દેતી હતી..જે તેમની લોકપ્રિય છબીને નુકસાન પહોંચાડી શકે. સુરક્ષા હટાવીને વિજયે સંકેત આપ્યો છે કે તેઓ 'VIP કલ્ચર'માં માનતા નથી.જોકે હાલ વિજય પાસે માત્ર કેન્દ્રની વાય-કેટેગરીની સુરક્ષા અને તેમના ખાનગી ગાર્ડ્સ રહેશે.

