Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : High-profile meeting in Bastar in the presence of Amit Shah, the central government gave a strong message of ending Naxalism!

VIDEO: ANDAR NI VAAT/ અમિત શાહની હાજરીમાં બસ્તરમાં હાઈપ્રોફાઈલ બેઠક, કેન્દ્ર સરકારે આપ્યો નકસલવાદના ખાત્માનો મજબૂત સંદેશ!

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશના સૌથી વધારે નકસલ પ્રભાવિત છતિસગઢના બસ્તરમાં 26મી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિયલની બેઠક મળી હતી. નકસલ પ્રભાવિત વિસ્તારમાં કાઉન્સિયલની બેઠકથી કેન્દ્રિય ગૃહમંત્રાલયે નકસલવાદના ખાત્માનો મેસેજ આપ્યો છે અને બસ્તરને એક મોડેલ તરીકે વિકાસ કરવાની બ્લુ પ્રિન્ટ ઘડી છે.   

App Store

સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિયલની 26મી બેઠક છતિસગઢના નકસલ પ્રભાવિત વિસ્તાર બસ્તરમા મળી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલયની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશ. છતિસગઢ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. છતિસગઢનો બસ્તર ભારતનો સોથી વધારે નકસલ પ્રભાવિત વિસ્તાર છે. તો સિક્યુરીટીની દ્રસ્ટીએ સૌથી વધારે મહત્વની બેઠક શા માટે બસ્તરમાં મળી તેની ચર્ચા થઇ રહી છે. બેઠક પહેલાં બસ્તરમાં સુરક્ષાદળોને સંબોધતી વખતે ગૃહમંત્રી અમીત શાહે કહ્યું હતું કે, બસ્તરમાં નકસલવાદનો અંત આવ્યો છે. બસ્તર સાથે જ દેશમાં નકસલવાદ નાબુદ થઇ ગયો છે. સરકારે 31 માર્ચ દેશમાંથી નકસલવાદની નાબુદીની ડેઇડલાઇન આપી હતી. એ ડેડલાઇન પહેલા જ દેશમાં નકસલવાદનો અંત આવ્યો હતો. બસ્તરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિયલની બેઠક કરીને ગૃહ મંત્રાલયે મેસેજ આપ્યો છે કે બસ્તર વિસ્તાર કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે વિકાસશિલ પ્રોજેક્ટ માટે પ્રાયોરિટીમાં છે. નકસલવાદને કારણે ભલે આ વિસ્તારમાં વિકાસ ન થયો હોય પણ હવે બસ્તરમાં રોડ -રસ્તા, બેંક, સ્કુલ, આરોગ્ય સુવિધા સહિતની તમામ સુવિધા પુરી પાડવામાં આવશે. આ સાથે બસ્તરમાં ટેલી કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ જેવી સુવિધા પણ ઉભી કરવામાં આવશે. બસ્તરના લોકો મુખ્ય પ્રવાસમાં પાછા આવે અને પાયાની સુવિધા ઉભી થાય તો નકસલી પ્રવૃતિ ફરીવાર ઉભી ન થાય. સ્થાનિક લોકો મુખ્યધારા તરફ વળે. છેલ્લા 60 વર્ષથી બસ્તરમાં નકશલવાદીઓનું રાજ હતું. સુરક્ષાદળો, પોલીસ અને રાજનેતાઓ આ વિસ્તારમાં પગ મુકી શકતા ન હતા. આ કારણે બસ્તર દેશના બીજા ભાગથી અલગ પડી જતું હતું. આજે પણ બસ્તરમાં પીવાના પાણી અને સ્કુલ જેવી પાયાની કોઇ સુવિધા નથી. નકસલવાદ નાબુદ થયા બાદ કેન્દ્ર સરકાર બસ્તર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેન્દ્ર ઇચ્છે છે કે બસ્તરને એક મોડેલ તરીકે ઉભું કરવામાં આવે. જેથી કરીને નકસલ પ્રભાવિત બીજા વિસ્તારમા પણ પ્રેરણા મળે અને ભવિષ્યમાં નકસલવાદના બીજ ફરી વાર ન રોપાય.