VIDEO: ANDAR NI VAAT/ NEET પેપર લીક મામલે CBIનો સૌથી મોટો એક્શન પ્લાન, લાતૂર મોડ્યુલના માસ્ટરમાઈન્ડ પ્રોફેસરોની ધરપકડ
NEET પેપર લીક મામલે સીબીઆઈનો સૌથી મોટો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. લાતૂર મોડ્યુલના માસ્ટરમાઈન્ડ પ્રોફેસરોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 100 કરોડના કોચિંગ નેટવર્ક અને ગુપ્ત સ્પેશિયલ ક્લાસના પર્દાફાશ અંગે જુઓ અમારો આ સનસનાટીપૂર્ણ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ.
નીટ પેપર લીક મામલે સીબીઆઈની તપાસમાં મહારાષ્ટ્રનું લાતૂર મોડ્યુલ કેન્દ્ર સ્થાને આવ્યું છે, જે આ સમગ્ર કૌભાંડનું મુખ્ય આંતરિક કેન્દ્ર હોવાની આશંકા છે. આ ષડયંત્રમાં એનટીએના કેમિસ્ટ્રી એક્સપર્ટ પ્રોફેસર પી.વી. કુલકર્ણી અને બોટની લેક્ચરર મનીષા મંદારેએ પોતાના પદનો દુરુપયોગ કરીને પરીક્ષાના અસલી પ્રશ્નો લીક કર્યા હતા. આ મામલાની અંદરની ખાસ વાત એ છે કે, આ પ્રોફેસરોએ પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ પુણે સ્થિત પોતાના ઘરે ગુપ્ત રીતે ખાસ સ્પેશિયલ ક્લાસ ચલાવીને વિદ્યાર્થીઓને અસલી પ્રશ્નોત્તરી ગોખાવી દીધી હતી, જે બાદમાં અસલી પેપર સાથે હૂબહૂ મેચ થઈ ગઈ હતી.
આ નેટવર્કમાં 100 કરોડનું ટર્નઓવર ધરાવતા રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસના માલિક શિવરાજ મોટેગાંવકરની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે, જેમની સોશિયલ મીડિયા રીલ અને ડિવાઈસના આધારે સીબીઆઈએ ૧૧ કલાક પૂછપરછ કરી છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, પુણે અને જયપુર સહિતના શહેરોમાંથી કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે. આ પેપર લીક બાદ સમગ્ર દેશમાં હોબાળો મચતાં વહીવટીતંત્રે પરીક્ષા રદ કરવી પડી હતી અને હવે આ રેકેટ માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત છે કે તેના તાર દેશના અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે તેની સત્તાવાર કાનૂની તપાસ તેજ કરવામાં આવી છે.

