Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Garbage piles up in Shimla as summer vacation ends

VIDEO:ANDAR NI VAAT/ઉનાળું વેકશન પૂર્ણ થતાં સિમલામાં કચરાના ઢગ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પ્રવાસન સ્થળ સિમલામાં ગમે ત્યારે પડેલો કચરો માથાનો દુખાવો બની ગયો છે. બહારથી આવતા પ્રવાસીઓ ગમે ત્યા કચરો ફેકીને જતા રહેતા હોવાથી હિલ સ્ટેશનમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે. પર્યાવરણ જાગૃતિ માટે કામ કરતા લોકોએ કચરો ઉઠાવી શિમલાને સ્વચ્છ રાખવાનો મેસેજ આપ્યો હતો

App Store

 

ઉનાળાનું વેકેશન પુરુ થતા હિમાલચ પ્રદેશમાં આવેલા દેશના જાણીતા હિલ સ્ટેશન સિમલામાં ચારે બાજુ કચરાના ઢગલા થઇ ગયા છે. વેકેશનમાં આવતા પ્રવાસીઓમાં સિવિક સેન્સના અભાવના કારણે તેઓ ગમે ત્યાં કચરો નાંખી જતા રહે છે. આ કારણે હિલ સ્ટેશન સિમલાના શહેરી વિસ્તાર અને ફરવા લાયક પહાડી વિસ્તારમાં કચરો જોવા મળે છે. શહેરમાં જ્યાં ત્યાં કચરો ન ફેકવાના બોર્ડ અને કચરા ટોપલીઓ હોવા છતાં પ્રવાસીઓ ગમે ત્યાં કચરો ફેંકે છે. સિમલાના મલ રોડ, રિજ, જાકુ મંદિર, ચર્ચ અને અન્ય લોકપ્રિય સ્થળોએ પ્લાસ્ટિકની બોટલ્સ, ખાવાના પેકેટ્સ, ફૂડ વેસ્ટ અને અન્ય કચરો વેરાયેલો જોવા મળે છે. સિમલામાં પ્રાઇવેટ વાહનોને સેંકડો પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ ગમે ત્યાં પોતાનું વાહન ઉભું રાખીને નાસ્તો અને ભોજન કરે છે. પ્લાસ્ટીકની બોટલો પણ તેમની પાસે હોય છે. આ વેસ્ટ ચોક્કસ જગ્યા પેક કરીને નાંખવાને બદલેજંગલ અને રસ્તામાં ફેંકી દેવામાં આવે છે. આ કારણે સિમલાનો જંગલ વિસ્તાર, લીલીછમ વાદીઓ, નદી અને ઝરણામાં પ્લાસ્ટીક, કાગળ અને અન્ય કચરો જોવા મળે છે. પ્રવાસીઓની આ નીતિના કારણે સ્થાનિક વ્યવસાયીકો, દુકાનદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશન નારાજ છે. તેમનું કહેવું છે કે સિમલાના રોડ પર બોર્ડ કચરો અહિયા નાંખો તેવા બોર્ડ લગાવેલા છે. વળી, દુકાનદાર પણ પ્રવાસીઓને સમજાવે છે છતાં પ્રવાસીઓમાં સુધારો આવતો નથી. સિમલામાં કચરાના નિકાલ માટે સ્થાનિક લોકો, સંસ્થાઓ અને પર્યાવરણ સાથે નિસ્બત ધરાવતા લોકોએ કચરા નિકાલ માટે ઝૂંબેશ શરુ કરી હતી. તેઓએ શહેર, રોડ સાઇડ અને હિલ વિસ્તારમાં ફરીને કચરો એકઠો કર્યો હતો. બોટલો, કાગળ અને અન્ય ઘન કચરો વીણીને યોગ્ય જગ્યાએ એકઠો કરવમાં આવ્યા હતો. આ ઝૂંબેશમાં ભાગ લેનાર લોકોનું કહેવું હતું કે અમે પ્રવાસીને વેલકમ કરીએ છીએ પણ તેઓ સ્વચ્છતાનું ધ્યાન રાખે. પ્રવાસીઓ જ્યાં ત્યાં કચરો ફેકવો ન જોઇએ. આ બાબતથી હિલ સ્ટેશનની સુંદરતા જોખમાઇ છે. સાથે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે. સિમલા અને અન્ય જગ્યાએ પ્રવાસ ખેડતા લોકો આ વાત સમજશે તો પ્રવાસન સ્થળો વધારે સુંદર બનશે.

-- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

--------------