VIDEO : જાખુ ટેમ્પલમાં દર્શન માટે ઉમટી ભીડ, શિમલામાં પ્રવાસન તેજ
સોર્સ : GSTV
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વીકેન્ડ શનિ રવિ દરમિયાન પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. અસહ્ય ગરમીથી બચવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં શિમલાના પ્રખ્યાત જાખુ ટેમ્પલ હિલ્સ પર પહોંચી રહ્યા છે. હાલમાં ત્યાંનું ખુશનુમા અને ઠંડુ હવામાન લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યું છે. ભગવાન હનુમાનજીના દર્શન કરવાની સાથે લોકો પહાડોની સુંદરતા અને આહલાદક વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓની ભારે ભીડને કારણે સ્થાનિક બજારો અને હોટલ વ્યવસાયમાં તેજી આવી છે. તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સુચારુ રાખવા માટે ખાસ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

