બંગાળ જંગમાં ભાજપની 'ગંભીર' ફરિયાદ: ચૂંટણી પંચને મળીને TMC પર લગાવ્યા ધાકધમકીના આરોપ, ન્યાયી ચૂંટણીની માંગ
VIDEO: ભાજપના પ્રતિનિધિમંડળે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને વિસ્તૃત અરજી સુપરત કરી છે.એમસીએ છેલ્લી ત્રણ ચૂંટણીઓ દબાણ અને ધાકધમકીના આધારે જીતી હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે
ચૂંટણી અધિકારીઓ સાથેની બેઠકમાં ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ મતદારોને ભાજપને મત ન આપવા માટે ધમકી અને દબાણ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાજ્યમાં મતદારોને ડરાવવાની અને ચૂંટણી હાઈજેક કરવાની ઘટનાઓ વધી રહી છે.
તેમણે કહ્યું કે ટીએમસીએ છેલ્લી ત્રણ ચૂંટણીઓ દબાણ અને ધાકધમકીના આધારે જીતી છે.ભાજપે એમ પણ આરોપ લગાવ્યો કે રાજ્ય પોલીસ અને વહીવટી તંત્ર ટીએમસીના પ્રભાવ હેઠળ કાર્યરત છે. પાર્ટીએ અરજીમાં આ તમામ મુદ્દાઓની વિગતો આપી છે.ચૂંટણી પંચે ભાજપની ચિંતાઓને ધ્યાનથી સાંભળી અને મુક્ત, ન્યાયી તથા શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવા તમામ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. ભાજપે કહ્યું કે બંગાળના લોકો ટીએમસી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે અને ન્યાયી ચૂંટણી તેમની મુખ્ય માંગ છે.

