VIDEO: ANDAR NI VAAT/ સિક્કિમમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચ્યા, પ્રવાસીની સંખ્યા 10 લાખ પહોચી
અત્યાર સુધી દેશમાં ઉનાળાની રજાઓ કે બરફ જોવા માટે પ્રવાસીઓ કાશ્મીર, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ તરફ વળતા હતા. પરંતુ આ વર્ષે સિક્કિમે પ્રવાસનના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. સિક્કીમ દેશના પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનામાં આંકડા કહે છે કે આ સમય દરમિયાન સિક્કીમમાં ૧૦ લાખ પ્રવાસીઓ આવ્યા છે. આમ પુર્વોતરનું નાનકડું પહાડી રાજ્ય હવે ભારતીય પ્રવાસન નકશા પર એક નવું પ્રવાસન હબ બનીને ઉભરી આવ્યું છે. સિક્કિમ પ્રવાસન વિભાગના સત્તાવાર અહેવાલો અનુસાર, વર્ષ 2026ના પહેલા પાંચ મહિનામાં ૧૦ લાખ પ્રવાસીઓઓ આવ્યા છે. પ્રવાસીઓ સિક્કીમની બરફના પહાડો, પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણથી આકર્ષાઈને આવી રહ્યા છે. સિક્કિમમાં પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણ પૂર્વ સિક્કિમમાં આવેલું ચંગુ લેક છે. આ તળાવ શિયાળામાં સંપૂર્ણપણે બરફથી થીજી જાય છે. બરફના તળાવને જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. લેક સિવાય પ્રવાસીઓ માટે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર ભારત-ચીન સરહદે આવેલા 'નાથુલા પાસ છે. સિક્કીમના પ્રવાસ દરમિયાન દેશભક્તિની ભાવના જગાડતા અનોખું સ્થળ બાબા હરભજન સિંહ મેમોરિયલ જોવાનું ચુકતા નથી. આ મેમોરિયલ ભારતીય સૈનિકના સન્માનમાં બનાવવામાં આવેલું પ્રખ્યાત સ્મારક છે. સેનાના જવાન હરભજન સિંહ ૧૯૬૮માં શહીદ થયા હતા. પરંતુ એવી લોકવાયકા છે કે તેમની આત્મા આજે પણ સરહદ પર દેશની રક્ષા કરે છે. ચીની સૈનિકોની હિલચાલ વિશે ભારતીય સેનાને સપનામાં આવીને ચેતવણી આપે છે, તેથી જ પ્રવાસીઓ આ પવિત્ર સૈનિકના સ્ટેચ્યુ અને સ્મારક પર ભારે શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ઉત્તર સિક્કિમમાં લાચુંગ અને લાચેન વેલી, ગુરુડોંગમાર લેક જે વિશ્વના સૌથી ઊંચા સરોવરોમાંનું એક છે તેની મુલાકાત લેવાનું ચુકતા નથી. સિક્કિમની લોકપ્રિયતા સૌથી મોટું કારણ વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો અને ભારતનૌ સોથી વધારે ઉંચો પર્વત કાંચનજંધા છે. કંચનજંઘા બરફથી આચ્છાદિત શિખરો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. સિક્કીમમાં પ્રવાસીઓની પસંદગીનું કારણ કાશ્મીર કે શિમલા-મનાલી ભીડભાડ અને ટ્રાફિક પણ છે. આ કારણે પ્રવાસીઓ સિક્કિમને વધારે પસંગ કરે છે. સિક્કિમ સ્વચ્છ, પ્લાસ્ટિક મુક્ત, ઓર્ગેનિક ફૂડ અને અનોખી સંસ્કૃતિ ધરાવે છે. આ કારણે પ્રવાસીઓ સિક્કીમ તરફ આકર્ષાય છે. પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારાને કારણે રાજ્યની હોટેલો, હોમસ્ટે, સ્થાનિક ટેક્સી ચાલકો અને હસ્તકલાના વેપારીઓને મોટો આર્થિક ફાયદો થયો છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ સિક્કિમે પ્રવાસન ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચી દીધો છે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

