Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT / Posters of Prime Minister Modi and Yogi in Uttar Pradesh's Barabanki have heated up politics

ANDAR NI VAAT/ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પ્રધાનમંત્રી મોદી અને યોગીના પોસ્ટરથી રાજનીતિ ગરમાઈ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના હૈદરગઢમાં પોસ્ટર વોરથી રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના નેતા જયંત ગૌતમે બારાબંકીમાં અનેક જગ્યાએ પીઁએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મોં પર પટ્ટી બાંધીને પોસ્ટર લગાવવામાં આવ્ય. હતા. પોસ્ટર લગાવી કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો હતો કે નીટ પરીક્ષાનું પેપર લીક થતા લાખો વિશ્વાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા હતા.  આ રીતે  રામ મંદીરમાં કરોડો રૂપિયાની ચોરી થઇ છે. છતાં તેમા મગરમચ્છને પકડવાની બાકી છે. આ બે મુદ્દે પીએમ મોદી અને સીએમ યોગી કેમ મૌન ધારણ કરીને બેઠા છે તેવો આરોપ કોંગ્રેસના નેતાએ લગાડ્યો હતો. આ આરોપના આધારે જયંત ગૌતમે બારાબંકીમાં અનેક જગ્યાઅ પોસ્ટર લગાડ્યા હતા. જો કે પીએમ અને સીએમના ગંભીર આરોપ લગાવતા વાંધાજનક પોસ્ટર્સ જાહેર માર્ગો પર લાગતા જ સમગ્ર પંથકમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવી વિવિધ વિસ્તારોમાંથી વિવાદાસ્પદ પોસ્ટર્સ હટાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું હતું. સ્થાનિક ભાજપ નેતા અજય કુમાર તિવારીએ આરોપ લગાવ્યો હતો કે આ કૃત્ય કોંગ્રેસ પક્ષની અત્યંત નીચી અને ગુનાહિત માનસિકતા દર્શાવે છે. ભાજપે આક્ષેપ લગાવ્યો હતો કે કોંગ્રેસી નેતા માત્ર ચૂંટણીમાં ટિકિટ મેળવવા દેશના પીએમ અને સીએમ જેવા બંધારણીય પદોનું અપમાન કરી રહ્યા છે. જયંત ગૌતમ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં સરકારને સવાલ પૂછવો એ વિપક્ષનો અધિકાર છે. પોસ્ટર માત્ર જનતાના અવાજની અભિવ્યક્તિ છે.  નીટ પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું છે. રામ મંદિર દાનમાં કથિત ગેરરીતિનો ભાજપ સરકાર જનતાને જવાબ આપવાને બદલે સત્ય છુપાવવા વિપક્ષનો અવાજ દબાવે છે.  આ રીતે પોસ્ટર વોરથી યુપીના બારબંકીના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

App Store

 બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી