Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ In Indore, system failure, borewell was built in the middle of the road

VIDEO: ANDAR NI VAAT/ ઈન્દોરમાં તંત્રની મુર્ખામી, રસ્તા વચ્ચે જ બોરવેલ બનાવી દીધો

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશના સૌથી સ્વચ્છ અને મોડેલ સ્માર્ટ સિટી તરીકે સતત ડંકો વગાડતા મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં એક આચર્યજનક ઘટના સામે આવી છે. ઇન્દોર નગર નિગમ દ્રારા જાહેર રોડ પર રાતોરાત બોરવેલ બનાવી દેતા ભારે ઓપાહોપ થયો છે. આ બોરવેલ ઇન્દોર નગર નિગમના વોટર સપ્લાય વિભાગ અને તેના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે. વાસ્તવમાં, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની તીવ્ર અછત હતી. સ્થાનિક લોકો લાંબા સમયથી પાણીની સપ્લાય માટે નવો બોરવેલની માંગ કરી રહ્યા હતા. પરંતું, નગર નિગમના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરે કોઈ પણ પ્રકારનું ટેકનિકલ કે ભૌગોલિક નિરીક્ષણ કર્યા વગર ઉપરથી આવેલા કામ પૂરું કરવાના આશયથી રસ્તા પર બોલવેલ બનાવી દીધો હતો. બોરવેલ બની ગયા બાદ અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે આજુબાજુ પાકા મકાનો અને દુકાનો હોવાને ક્યાંય બોરવેલ બની શકે તેમ ન હતો. વળી રસ્તા વચ્ચે પાણીની માત્રા વધારે હોવાથી બોર બનાવી દેવામાં આવ્યો હતો. તંત્રની મૂર્ખામીના કારણે વ્યસ્ત માર્ગ પર ટ્રાફિકની ભયંકર સમસ્યા ઊભી થઈ છે. રોડની વચ્ચોવચ બોરવેલ આવી જતાં વાહનોની અવરજવર માટેનો રસ્તો સાંકડો થઈ ગયો છે, આ કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાય છે. રાત્રિના સમયે અંધારામાં બોરવેલ સાથે કોઈ મોટું વાહન ભટકાય અને જીવલેણ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ પેદા થઈ છે.

App Store

તંત્રના અણઘડ આયોજને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના કોર્પોરેટર રાજીવ જૈને પણ વિરોધ કર્યો હતો. કોર્પોરેટર રાજીવ જૈન કહ્યું હતું કે આ મૂર્ખામીભર્યું કામ છે. આનાથી જનતાની સુરક્ષા જોખમાઈ છે. સ્થાનિક લોકોએ બોરવેલ પર બેસી, આસપાસ બેરિકેડ્સ લગાવીને ધરણા કર્યા હતા. તંત્રને શરમ આવે તે માટે બોરવેલની આરતી અને પૂજા કરવામાં આવી હતી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિઝ્યુઅલ્સ વાયરલ થતાં જ ઇન્દોર નગર નિગમની જોરદાર આલોચના અને મજાક ઉડી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો સ્માર્ટ સિટી અને સ્વચ્છ ઇન્દોરના ટેગ સાથે કટાક્ષ કરી રહ્યા છે કે, હવે રોડ પર ગાડી ચલાવતી વખતે હેલ્મેટની સાથે વોટરપ્રૂફ જેકેટ પણ પહેરવું પડશે.

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી