VIDEO: ANDAR NI VAAT/ દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન, માગણીઓ સંતોષવા સરકાર પર દબાણ
દિલ્હીના જંતર મંતર પર સીજેપી એટલે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આ પ્રદર્શનને કારણે જંતર મંતરનો વિસ્તાર સંપૂર્ણપણે આંદોલનકારીઓથી ભરાઈ ગયો છે. હાલની સ્થિતિ પર નજર કરીએ તો અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. અને શિક્ષણ નીતી અને પેપર લીક મુદ્દે સરકારની આલોચના કરી રહ્યા છે. આંદોલનકારીઓએ પોતાની માંગણીઓના સમર્થનમાં ધરણા અને ભૂખ હડતાળ શરૂ કરી છે. સામાજીક અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચૂક પણ આંદોલનમાં ઉપવાસ કરતા આંદોલને વેગ પકડ્યુ છે. લોકો વિવિધ સમયે જંતર મંતર પર સમર્થન આપવા પહોંચતા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. આંદોલનનું વાતાવરણ અત્યંત ગરમાગરમ છે અને પ્રદર્શનકારીઓ પોતાની માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી પીછેહઠ કરવાના મૂડમાં દેખાતા નથી. અત્યાર સુધી આંદોલન શાંતિપૂર્ણ રીતે જ આગળ વધી રહ્યું છે.
કોક્રોચ જનતા પાર્ટી' દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનમાં હવે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી મુખ્ય મુદ્દો બની ગઈ છે. આંદોલનકારીઓનો આક્ષેપ છે કે શિક્ષણ મંત્રીની આગેવાનીમાં દેશમાં પેપર લીક રૂકી નથી રહ્યા જેથી તેમણે જવાબદારી લઈને રાજીનામુ આપી દેવુ જોઈએ. શિક્ષણ વ્યવસ્થામાં અણઘણ વહીવટ પણ બંધ થવાને લઈ માગ કરવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી શિક્ષણ ક્ષેત્રે નીતિઓમાં આમૂલ પરિવર્તન નહીં આવે અને જવાબદાર મંત્રી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી તેઓ જંતર-મંતર પરથી હટશે નહીં. હાલમાં આ મુદ્દો દેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સરકાર પર પણ આ આક્રોશને શાંત પાડવાનું દબાણ વધી રહ્યું છે. જેથી કેન્દ્રીય કેબિનેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે જેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું મંત્રાલય બદલાઈ શકે છે.

