Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT / Bihar's Bankipura seat by-election dominated by debutant candidates

VIDEO: ANDAR NI VAAT / બિહારની બાંકીપુરા સીટ પર પેટાચૂંટણીમાં ડેબ્યુ ઉમેદવારોનો દબદબો

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી નીતિન નબિન રાજ્ય સભામાં જતા બિહારની બાંકીપુર પેટા ચૂંટણી ચર્ચામાં છે. ભાજપ પ્રમુખની પરંપરાગત સીટ સાથે ત્રણેય પાર્ટીએ પાર્ટીઓએ પહેલી જ વાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારને મેદાનમાં ઉતારતા હાઇપ્રોફાઇલ સીટ વધારે રસપ્રદ બની ગઇ છે. બાંકીપુરામાં ભાજપે અભિષેક કુમાર, જન સુરાજે પ્રશાંત કિશોર અને તેજ પ્રતાપની પાર્ટીએ વીણા માનવીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે નીતિન નબિનના ખાસ ગણાતા અભિષેક કુમાર પર દાવ ખેલ્યો છે. અભિષેક કુમાર ભાજપ યુવા મોર્ચાના સભ્ય છે. તે નીતિન નબિનની ખુબ નજીક છે. તે કાયસ્થ સમાજમાંથી આવે છે. આ સીટ કાયસ્થની પરંપરગાત સીટ છે. સૌથી નોધપાત્ર વાત એ છે કે અભિષેક કુમાર પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે. આ તેમની ડેબ્યુ ચૂંટણી છે. ભાજપના અભિષેક કુમાર સાથે જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે બાંકીપુર પેટા ચૂંટણીમાં જંપલાવ્યું છે. પ્રશાંત કિશોર પણ પહેલી જ વાર ચૂંટણી લડી રહ્યા છે. 2023માં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી બિહાર વિધાનસભામાં મોટા ભાગની સીટ પર ચૂંટણી લડી હતી. પણ પ્રશાંત કિશોર ચૂંટણી લડ્યા ન હતા. બાંકીપૂર પેટા ચૂંટણીને બિહારના લોકોનું રેફરેન્ડમ ગણીને પ્રશાંત કિશોર મેદાનમાં ઉતર્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોર બિહારના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. આ ન્યાયે બાંકીપુર સીટ પર પ્રશાંત કિશોર ટક્કર આપે તેની સંભાવના જોવા માં આવી રહી છે. પ્રશાંત કિશોર બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. આ સીટ પર 20 હજાર જેટલા બ્રાહ્મણ મતદારો છે. પણ પ્રશાંત કિશોર પોતાને સર્વ સમાજના નેતા ગણીને ચૂંટણી લડી રહ્યા છે. બાંકીપુરમાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રસાદની જનશક્તિ જનતાદળે પણ ઉમેદવારી કરી છે. જેજેડીએ આ સીટ પર મહિલા સામાજિક કાર્યકર વીણા માનવીને મેદાનમાં ઉતાર્યા છે. વીણા માનવી સ્થાનિક છે. અને મહિલાના મુદ્દા આક્રમકતાથી ઉઠાવે છે. નોંધપાત્ર બાબત એ છે કે વીણા માનવી પણ પહેલી જ વાર ચૂંટણી લડી રહી છે. આમ બાંકીપુર સીટ પર ચાર ઉમેદવારમાંથી ત્રણ ઉમેદવાર પહેલી વાર ચૂંટણી ડેબ્યુ કરી રહ્યા છે.. આ ત્રણ ઉમેદવારમાં ભાજપના ઉમેદવાર અભિષેક કુમાર પાસે સંગઠન અને નીતિન નબિનની છબી હોવાનો તેમને ફાયદો મળી શકે છે. બાંકીપુરમાં તેજસ્વ યાદવની પાર્ટી આરજેડીએ પણ ઉમેદવારી કરી છે. આરજેડીએ 2026માં હારેલા પણ બીજા નંબરે રહેલા રેખા ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં રેખા ગુપ્તાને 40 હજાર કરતા વધારે મત મળ્યા હતા. નીતિન નબિન સામે રેખા ગુપ્તાએ ટક્કર આપી હતી. આ રીતે ભાજપને ટક્કર આપવા માટે રેખા ગુપ્તા પણ સક્ષમ છે. આ રીતે બાંકીપુર સીટ નવા ઉમેદવારને કારણે ચર્ચાસ્પદ બની છે. હવે પ્રતિષ્ઠાભરી સીટ પર કોણ જીતે છે તેના પર સૌની નજર છે.

App Store

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી