Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Congress' master plan, learning from Bihar's mistake

VIDEO : બિહારની ભૂલમાંથી પાઠ ભણી કોંગ્રેસનો માસ્ટર પ્લાન: યુપીની તમામ 403 બેઠકો પર ઉમેદવારોની યાદી તૈયાર!

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ મિશન યુપી અંતર્ગત પોતાની રાજકીય કવાયત તેજ કરી છે. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને અમેઠીના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જ્યાં તેઓ પાયાના કાર્યકરો અને મહિલાઓ સાથે સીધો સંવાદ સાધીને રાજ્યની રાજકીય નબજ તપાસી રહ્યા છે. આ વ્યુહરચનાની અંદરની ખાસ વાત એ છે કે બિહાર ચૂંટણીમાં બેઠકોની વહેંચણીમાં થયેલા વિલંબથી પાઠ ભણીને કોંગ્રેસ હાઈકમાન્ડે ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડે અને રાષ્ટ્રીય સચિવોને અત્યારથી જ તમામ 403 બેઠકો માટે સંભવિત ઉમેદવારોની આંતરિક યાદી તૈયાર કરવાનો કડક ટાસ્ક સોંપ્યો છે.

App Store

કોંગ્રેસનો મુખ્ય હેતુ સમાજવાદી પાર્ટી સાથે સીટ શેરિંગની વાટાઘાટો વખતે મજબૂત દાવેદારી રજૂ કરવાનો છે.. પક્ષ શરૂઆતમાં 1૦૦થી 12૦ બેઠકોની માંગણી ટેબલ પર મૂકીને આખરે ઓછામાં ઓછી 8૦ બેઠકો પર ચૂંટણી લડવા માટે આત્મનિર્ભર રોડમેપ બનાવી રહ્યો છે. રાહુલ ગાંધી જનસભા સંબોધતા અને સ્થાનિક સમીકરણો પર મંથન કરતા નજરે પડે છે. આ વખતે કોંગ્રેસનું વિશેષ આંતરિક ફોકસ રાજ્યના અતિ મહત્વના ગણાતા ૨૦ ટકા મુસ્લિમ, ૨૨ ટકા દલિત અને ૧૦ ટકા બ્રાહ્મણ મતોના ગણિતને સાધીને ભાજપના શાસન સામે સોશિયલ એન્જિનિયરિંગનો નવો મોરચો ખોલવાનું છે.